જમીન વિવાદમાં છ લોકોની હત્યાના સમાચારથી પોલીસ વિભાગમાં ખળભળાટ, સવારે 7 વાગ્યાની આસપાસ બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો અને પછી…..
UPમાં જમીન વિવાદમાં લોહિયાળ જંગ ખેલાયો છે. વાત જાણે એમ છે કે, દેવરિયા જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રૂદ્રપુર નજીક ફતેહપુર ગામમાં જૂની અદાવતના કારણે છ લોકોની હત્યા કરવામાં આવી છે. ઘટનાસ્થળે પહોંચી ભારે પોલીસ ફોર્સ દ્વારા મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. ઘટના સ્થળે ચીસોથી સમગ્ર ગામ ગભરાઈ ગયું હતું. ગામમાં તણાવનું વાતાવરણ છે. છ લોકોની હત્યાના સમાચારથી પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે.
- Advertisement -
UP: 3 girls from Deoria district found dead in a field; families suspect it to be a case of gang-rape and murder.
— All India Radio News (@airnewsalerts) March 22, 2015
- Advertisement -
શું છે સમગ્ર ઘટના ?
દેવરિયા જિલ્લાના રૂદ્રપુર કોતવાલી વિસ્તારના ફતેહપુર ગામમાં જમીન વિવાદમાં એક જ પરિવારના છ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકોમાં પૂર્વ જિલ્લા પંચાયત સભ્યનો પણ સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર ગામના એક વ્યક્તિ સાથે જમીનનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો હતો.
વિગતો મુજબ સોમવારે સવારે 7 વાગ્યાની આસપાસ બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. લડાઈ એટલી હદે વધી ગઈ કે ગોળીબારના કારણે છ લોકોના મોત થયા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ગામમાં તણાવને જોતા ગામમાં પીએસી મોકલવામાં આવી રહી છે. હત્યા બાદ ગામમાં અરાજકતાનો માહોલ છે.