56 પ્લેનમાંથી 16 પ્લેન તૈયાર સ્થિતિમાં આવશે
ખાસ-ખબર સંવાદદાતા
યુરોપિયન કંપની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ (અઉજાફભય) એ ભારતને પહેલું ઈ-295 ટેક્ટિકલ મિલિટરી એર લિફ્ટ પ્લેન સોંપ્યું. એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ આ પ્લેનને સ્પેનના સેવિલે શહેરમાં રિસીવ કર્યું હતું. આ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને 15 સપ્ટેમ્બરે દિલ્હી લાવવામાં આવશે. એર ચીફ એક દિવસ પહેલાં જ પ્લેન લેવા સ્પેન પહોંચી ગયા હતા. આ એરક્રાફ્ટને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ એવરો-748ને બદલવા માટે લાવવામાં આવી રહ્યું છે જે છેલ્લા ત્રણ દાયકાથી સેવામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈ-295નું નિર્માણ સ્પેનના સેવિલ પ્લાન્ટમાં કરવામાં આવી રહ્યું છે. ભારતીય વાયુસેનામાં તેનું અંતિમ પ્રવેશ આ મહિને હિંડન એરબેઝ પર થશે. બીજું એરક્રાફ્ટ મે 2024 સુધીમાં ભારતમાં આવશે. અહેવાલો અનુસાર, પ્રથમ ઈ-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આગરા એરબેઝ પર તૈનાત કરવામાં આવશે. જ્યાં તેના પાઇલોટ્સ માટેનું ટ્રેનિંગ સેન્ટર પણ આવતા વર્ષ સુધીમાં તૈયાર થઇ જશે.
- Advertisement -
ભારતમાં 2024થી બાંધકામ શરૂ થશે:
ટાટા એડવાન્સ સિસ્ટમ લિ. વડોદરા, ગુજરાત 2024ના મધ્ય સુધીમાં ઈ-295 એરક્રાફ્ટનું ઉત્પાદન શરૂૂ કરશે. હાલમાં તેની અંતિમ એસેમ્બલી લાઇનનું કામ ચાલી રહ્યું છે. પ્રથમ સ્વદેશી સી-295 એરક્રાફ્ટ 2026માં તૈયાર થઈ જશે. એરબસ અને ટાટાના હૈદરાબાદ અને નાગપુર પ્લાન્ટ્સમાં 14,000 થી વધુ સ્વદેશી ભાગોનું ઉત્પાદન કરવામાં આવશે અને અંતિમ એસેમ્બલિંગ માટે વડોદરા મોકલવામાં આવશે. કંપની 2031 સુધીમાં તમામ 40 એરક્રાફ્ટ એરફોર્સને સોંપશે.
એરક્રાફ્ટ ઈ-295ની વિશેષતાઓ:
- Advertisement -
આ એરક્રાફ્ટ શોર્ટ ટેક-ઓફ અને લેન્ડિંગ કરી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ એરક્રાફ્ટ માત્ર 320 મીટરના અંતરે જ ટેક-ઓફ કરી શકે છે. તે જ સમયે, 670 મીટરની લંબાઈ ઉતરાણ માટે પૂરતી છે. એટલે કે આ વિમાન લદ્દાખ, કાશ્ર્મીર, આસામ અને સિક્કિમ જેવા પહાડી વિસ્તારોમાં ઓપરેશનમાં મદદરૂૂપ સાબિત થશે. એરક્રાફ્ટ 7,050 કિલોગ્રામ પેલોડ લઈ શકે છે. તે એક સમયે 71 સૈનિકો, 44 પેરાટ્રૂપર્સ, 24 સ્ટ્રેચર અથવા 5 કાર્ગો પેલેટ લઈ શકે છે. 11 કલાક સુધી સતત ઉડી શકે છે. 2-વ્યક્તિ ક્રૂ કેબિનમાં ટચસ્ક્રીન નિયંત્રણો સાથે સ્માર્ટ કંટ્રોલ સિસ્ટમ પણ છે. ઈ-295ખઠ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં પાછળના ભાગમાં રેમ્પ ડોર છે, જે સૈનિકો અથવા કાર્ગોને ઝડપી લોડિંગ અને ડ્રોપ કરવાની મંજૂરી આપે છે. એરક્રાફ્ટ 2 ઙફિિિંં ઠવશક્ષિંયુ ઙઠ127 ટર્બોટ્રોપ એન્જિન દ્વારા સંચાલિત છે. આ તમામ વિમાનો સ્વદેશી બનાવટના ઈલેક્ટ્રોનિક વોરફેર સ્યુટથી સજ્જ હશે.