ભારત-જર્મની વચ્ચે મહત્વના કરાર: મોદી-મર્ઝની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ, સંરક્ષણ-સુરક્ષા ક્ષેત્રે સહયોગ વધશે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ઙખ મોદીના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. આજે (12 જાન્યુઆરી) સવારે 9 વાગ્યે ઙખ મોદીએ જર્મન ચાન્સેલર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલરનું સ્વાગત કર્યું હતું. અહીં બંને નેતાઓએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયકુંજની મુલાકાત પણ લીધી હતી. અહીંથી બંને નેતા પતંગ મહોત્સવમાં પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવી મોદી-ફ્રેડરિક મર્ઝે ખુલ્લી જીપમાં પતંગ મહોત્સવ નિહાળી ભારત-જર્મનીની ફ્રેન્ડશિપનો પતંગ ચગાવ્યો હતો. અહીં તેમણે રિવરફ્રન્ટ પણ જોયો હતો. બાદમાં બંને નેતા ગાંધીનગર મહાત્મા મંદિર જવા નીકળ્યા હતા.
ગાંધીનગર મહાત્મા મંદિરમાં મોદી અને મર્ઝ વચ્ચે દ્વિ-પક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં વેપાર-રોકાણ મુદ્દે ચર્ચા થઈ હતી. ત્યારબાદ બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં ઙખએ કહ્યું હતું કે ‘આવકારો મીઠો આપજે રે’ની ભાવના સાથે મર્ઝનું ભારતમાં હાર્દિક અભિનંદન છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર થઈ ગયો છે અને ઈન્ડિયા-જર્મની સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત થશે.
સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા ઙખ મોદીએ જણાવ્યું કે, મારા મિત્ર ફ્રેડરિક મર્ઝ તેમનું ભારતમાં સ્વાગત કરવું મારા માટે સુખદ સંયોગ છે. સ્વામી વિવેકાનંદજીએ ભારત અને જર્મની વચ્ચે દર્શન, જ્ઞાન અને આત્માનો સેતુ બનાવ્યો હતો. ચાન્સેલર મર્ઝની યાત્રા એ જ સેતુને નવી ઊર્જા , નવો વિશ્ર્વાસ અને નવો વિસ્તાર પ્રદાન કરી રહી છે. ચાન્સેલરના રૂપમાં તેમની ભારતની જ નહીં એશિયાની પણ આ પહેલી યાત્રા છે.
ચાન્સેલર મર્ઝની આ યાત્રા એક વિશેષ સમયે થઈ રહી છે. ગત વર્ષે અમે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના 25 વર્ષ પૂર્ણ કર્યા, આ વર્ષે આપણે રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પણ ઉજવી રહ્યા છીએ. આ માઇલસ્ટોન સમયની ઉપલબ્ધિ જ નથી. આ સંયુક્ત મહત્વકાંક્ષાઓ, પરસ્પર વિશ્ર્વાસ અને નિરંતર સશક્ત થઈ રહેલા સહયોગના પ્રતીક છે.
ભારત અને જર્મની જેવા દેશોની અર્થવ્યવસ્થાઓની વચ્ચે નિકટ સહયોગ પૂરી માનવતા માટે મહત્વપૂર્ણ છે. આપણો દ્વિપક્ષીય વેપાર અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે અને 50 બિલિયન ડોલરના આંકડાને પાર કરી લીધો છે. 2000થી વધુ જર્મન કંપનીઓ લાંબા સમયથી ભારતમાં છે.
પતંગ કેવી રીતે બને છે તે અંગે મર્ઝને વડાપ્રધાન મોદીએ માહિતી આપી
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઙખ અને જર્મન ચાન્સેલરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. અહીં મોદીએ પતંગનો ઈતિહાસ અને ગુજરાતનો ઈતિહાસ જર્મન ચાન્સેલરને બતાવી સમજાવ્યો હતો. પતંગ કેવી રીતે બને છે તે અંગેની માહિતી પણ આપી હતી.



