-ઈંગ્લેન્ડને આઠ તો ભારતને ચાર પેનલ્ટી કોર્નર મળ્યા છતાં એક પણ ગોલ ન થઈ શક્યો
ભારતે પુરુષ હૉકી વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે ગોલરહિત ડ્રો મુકાબલો રમ્યો આમ છતાં ટીમ ક્વાર્ટર ફાઈનલમાં સીધા પ્રવેશ માટે દાવેદાર બની ગઈ છે. ખચાખચ ભરેલા બિરસા મુંડા સ્ટેડિયમ પર પુલ ‘ડી’ના કાંટે કી ટક્કર જેવા મેચમાં બન્ને ટીમો અનેક તક મળવા છતાં ગોલ કરી શકી નહોતી. ઈંગ્લેન્ડને મેચમાં આઠ તો ભારતને ચાર પેનલ્ટી કોર્નર મળ્યા છતાં મેજબાન ટીમનું પેનલ્ટી કોર્નર ડિફેન્સ જબદરસ્ત રહ્યું હતું.
- Advertisement -
હવે ઈંગ્લેન્ડ અને ભારતના બે મેચમાં ચાર-ચાર પોઈન્ટ છે અને ગ્રુપમાં ટોચ પર રહેનારી ટીમ સીધી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચશે. ભારતે અંતિમ લીગ મેચમાં 19 જાન્યુઆરીએ વેલ્સ સામે રમવાનું છે જ્યારે ઈંગ્લેન્ડનો સામનો સ્પેન સામે થો. બન્ને ટીમોના જો સમાન પોઈન્ટ રહ્યા તો શ્રેષ્ઠ ગોલ સરેરાશવાળી ટીમ અંતિમ-8માં જશે. ઈંગ્લેન્ડની ગોલ સરેરાશ અત્યારે +5 છે જેણે પહેલી મેચમાં વેલ્સને 5-0થી હરાવ્યું હતું. જ્યારે ભારતે સ્પેનને 2-0થી પરાજય આપ્યો હતો.
પહેલાં ક્વાર્ટરમાં ઈંગ્લેન્ડનો દબદબો રહ્યો જેણે પાંચ પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ ભારતે જબદરસ્ત બચાવ કર્યો હતો. ભારતને પહેલો પેનલ્ટી કોર્નર મનદીપ સિંહે અપાવ્યો પરંતુ કેપ્ટન હરમનપ્રીત સિંહ તેના ઉપર ગોલ કરી શક્યો નહોતો. બીજા ક્વાર્ટરમાં વાલાસ જાચારી ઈંગ્લેન્ડને મળેલા છઠ્ઠા પેનલ્ટી કોર્નર પર ગોલ કરી શક્યો નહોતો. આ પછી ઈંગ્લેન્ડને સાતમું પેનલ્ટી કોર્નર મળ્યું જેને અમિત રોહિદાસે રોક્યું હતું.