અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીની તરફથી રાષ્ટ્રપતિ પદની દાવેદાર નિક્કી હેલીએ દાવો કર્યો છે કે, ભારત, અમેરિકાનું સહયોગી બનવા ઇચ્છે છે, પરંતુ હજુ સુધી ભારત, અમેરિકા પર સંપૂર્ણ રીતે વિશ્વાસ કરતું નથી. ભારત બહુ જ સમજદારીથી રશિયાની સાથે પણ સારા સબંધો બનાવી રાખ્યા છે. એક મીડિયા ચેનલના ઇન્ટરવ્યુ દરમ્યાન નિક્કી હેલીએ કહ્યું કે, ભારત હવે અમેરિકાને નેતૃત્વકર્તાના રૂપે નબળું માને છે.
તેમણે વધુમાં કહ્યું કે, મે ભારતની સાથે ડીલ કરી છે અને વડાપ્રધાન મોદી સાથે વાત કરી છે. મને લાગે છે કે, ભારત અમારી સાથે ભાગીદારી કરવા ઇચ્છે છે અને તેઓ રશિયાની સાથે નથી જવા માંગતા, પરંતુ સમસ્યા એ છે કે, ભારત અમારા પર વિશ્વાસ કરતું નથી. તેઓ મહાસત્તાના રૂપે અમારા પર વિશ્વાસ કરતું નથી. અમને નબળો દેશ માને છે. તેઓએ રશિયાની સાથે નજીકના સંબંધો બનાવ્યા કારણકે, રશિયા પાસેથી તેઓ પોતાની સેના માટે સામાન અને સાધનો ખરીદી કરે છે.
- Advertisement -
અમેરિકાએ પોતાની નબળાઇઓને દૂર કરવી પડશે
હેલીએ કહ્યું કે, હવે અમે ફીરીથી નેતૃત્વ કરી રહ્યા છીએ તો અમારે પોતાની નબળાઇઓને દૂર કરવા પડશે અને અમારા સહયોગી દેશો જેવા કે, ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઇઝરાયલ, જાપાન અને દક્ષિણ કોરિયા પણ આ જ ઇચ્છે છે. ચીનના વધતા ખતરાને જોતા જાપાને અબજો ડોલર ખર્યો કર્યો છે, જેથી ચીન પર નિર્ભરતા ઓછી થાય. આ રીતે ભારતે પણ અરબો ડોલર ચીન પર નિર્ભરતા ઓછઈ કરવા માટે ખર્ચો કર્યો છે. અમેરિકાએ પોતાના સહયોગીઓની સાથે મળીને કામ કરવું જોઇએ.
ચીનને લઇને ચિંતા વ્યક્ત કરતાં હેલીએ કહ્યું કે, ચીનની આર્થિક સ્થિતિ સારી નથી અને તેઓ અમેરિકા સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. જો કે આ તેમની ભૂલ છે.