ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય અર્થતંત્ર વિશ્ર્વના સૌથી ઝડપથી વિકસતા જતા અર્થતંત્ર તરીકે સ્થાન બાદ પણ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે ફરી એક વખત ભારતનું જીડીપી દર 2023-24 માટે ઘટાડીને 5.9% રહેશે તેવો અંદાજ મુકયો છે.
આઈએસએફના જણાવ્યા મુજબ વૈશ્વીક રીતે આર્થિક ગતિવિધિ મંદ પડવાની અસર ભારત પર પણ થશે
અને વૈશ્વીક વિકાસ દર જે 3%નો રહેવાનો અંદાજ મુકાયો હતો તે ઘટાડીને 2.8% સુધી નીચો આવી જશે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ દ્વારા તેના દ્વીવાર્ષિક રીપોર્ટમાં ભારતમાં છૂટક ફુગાવો 4.9%થી પણ નીચે રહેવાનો અંદાજ મુકયો છે. જો કે અગાઉ પણ નાણાભંડોળે ભારતમાં ફુગાવાનો દર નીચો રહેવાનો અંદાજ મુકયો હતો પણ તે 6.7% જેટલો ઉંચો રહ્યો હતો.
ભારતમાં ખાસ કરીને પ્રાઈવેટ-ઈન્વેસ્ટમેન્ટમાં 75.4%નો ઘટાડો થયો છે અને તે ફકત 2.2 અબજ ડોલર મળ્યુ છે જે 2018 બાદનું સૌથી ઓછું પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ છે અને ખાનગી મુડીરોકાણ ખેચવાની પ્રવૃતિ પણ ઘટી છે. આઈએસએફ દ્વારા અમેરિકાનો વિકાસ દર 1.6% રહેવાનો અને જર્મનીનો 0.1% રહેશે તેવો અંદાજ મુકાયો છે.