ચીન-રશિયા પાછળ
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીયો અને ભારત દેશ માટે ગર્વ લઈ શકાય તેવા સમાચાર છે. ભારતે પહેલીવાર ચીનને પાછળ ધકેલી સૌથી મોટા રોકાણકારોનું આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. ગ્લોબલ સોવરેન અસેટ મેનેજમેન્ટ (ઈંક્ષદયતભજ્ઞ ૠહજ્ઞબફહ જજ્ઞદયયિશલક્ષ અતતયિં ખફક્ષફલયળયક્ષિ)ંના રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે વર્ષ 2023 માં ભારત સમગ્ર વિશ્ર્વના રોકાણકારોની પહેલી પસંદ બનીને બહાર આવ્યું છે. ચીન હવે ઘણુ પાછળ રહી ગયું છે.
- Advertisement -
ભારતને સૌથી ઝડપથી વિકસતું રોકાણ બજાર બનાવવામાં ઘણા પરિબળો કામ કરી રહ્યા છે. આ અહેવાલ દુનિયાભરના 142 મુખ્ય ઈનવેસ્ટમેન્ટ અધિકારીઓ, 85 પોર્ટફોલિયો સ્ટ્રેટજિસ્ટ (વ્યૂહરચનાકારો) અને 57 કેન્દ્રીય બેંકો તરફથી મળેલી માહિતી પ્રમાણે તૈયાર કરવામાં આવ્યો છે. ભારતને સૌથી ઝડપથી વિકસતું રોકાણ બજાર બનાવવામાં ઘણા પરિબળોએ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે.
સાર્વભૌમ રોકાણકારોની માટે સૌથી ઝડપથી વિકસતી વસ્તી અને અનુકૂળ વાતાવરણને કારણે રોકાણકારો અહીં ભારતને સૌથી વધુ પસંદ કરે છે. બ્રાઝિલ જેવા ઘણા દેશોમાં છે જે ફિક્સ આવકના ઓપ્શન ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે અહીં રોકાણકારોની સંખ્યા વધી છે.