ગુવાહાટીમાં રમાયેલ બીજી T20 મેચમાં ટીમ ઇન્ડિયાએ 16 રનથી જીત મેળવી છે. આ સાથે જ ભારતે 3 મેચની સીરીઝીમાં 2-0થી લીડ મેળવી લીધી છે અને સીરીઝ પોતાના નામે કરી છે.
ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 237 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાને જીત માટે અને સીરીઝમાં બરાબરી કરવા માટે 238 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ સાઉથ આફ્રિકા 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 221 રન જ બનાવી શક્યું. ટીમ ઇન્ડિયાએ 16 રનથી જીત મેળવી છે. આ સાથે જ ભારતે 3 મેચની સીરીઝીમાં 2-0થી લીડ મેળવી લીધી છે અને સીરીઝ પોતાના નામે કરી છે. આ પહેલી વખત બન્યું છે કે જ્યારે ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને પોતાના ઘરમાં કોઈ T20 સીરીઝમાં માત આપી હોય.
- Advertisement -
ડેવિડ મિલરે ફટકારી હતી સદી
238 રનનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાએ અંત સુધી લડાઈ લડી. ડેવિડ મિલરે 47 બોલમાં 106 રનની જબરદસ્ત ઇનિંગ રમી. પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા લગાવ્યા, તેમનો સ્ટ્રાઇક રેટ 225થી વધુ રહ્યો. આ સિવાય ક્વિંટન ડિ કૉકે 69 રનની ઇનિંગ રમી.
A knock to remember 💯#INDvSA #BePartOfIt pic.twitter.com/Es7TrEADKJ
— Proteas Men (@ProteasMenCSA) October 2, 2022
- Advertisement -
ભારત માટે કોણે કેટલા રન બનાવ્યા?
ગુવાહાટીમાં રમયાલી બીજી T20 મેચમાં ટીમ ઇન્ડિયાએ કમાલની બેટિંગ કરી. સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીના દમપર ભારતે 237 રનનો મોટો સ્કોર ઉભો કરી દીધો હતો.
કેએલ રાહુલ – 57 રન (28 બોલ)
રોહિત શર્મા – 43 રન (37 બોલ)
વિરાટ કોહલી – 49 રન (28 રન)
સૂર્યકુમાર યાદવ – 61 રન (22 બોલ)
દિનેશ કાર્તિક – 17 રન (7 બોલ)
T20 ઈન્ટરનેશનલમાં ભારતનો ચોથો સૌથી મોટો સ્કોર
T20 ઈન્ટરનેશનલમાં ભારતે પોતાનો ચોથો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 237 રન બનાવ્યા હતા. T20 ઈન્ટરનેશનલમાં ભારતનો સર્વોચ્ચ સ્કોર 260 રન છે, જે શ્રીલંકા સામે આવ્યો હતો.
260/5 VS શ્રીલંકા
244/4 VS વેસ્ટ ઈન્ડિઝ
240/3 VS વેસ્ટ ઈન્ડિઝ
237/3 VS દક્ષિણ આફ્રિકા
Innings Break!
Stupendous batting display from #TeamIndia as they post a mammoth total of 237/3 on the board.
This is also #TeamIndia's fourth highest T20I total.
Scorecard – https://t.co/58z7VHliro #INDvSA @mastercardindia pic.twitter.com/MWzSVV63NP
— BCCI (@BCCI) October 2, 2022
ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ
ભારત: કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, હર્ષલ પટેલ, દીપક ચહર, અર્શદીપ સિંહ
દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા, રિલે રોસો, એડન માર્કરામ, ડેવિડ મિલર, ટી. સ્ટબ્સ, વેઈન પાર્નેલ, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિક નોર્સિયા, લુંગી નગીદી