મોલ્ડો-ચુશુલ બોર્ડર પોઈન્ટ પર આયોજિત કોર્પ્સ કમાન્ડર-સ્તરની બેઠક ઓગસ્ટમાં વિશેષ પ્રતિનિધિઓની મંત્રણા પછી બંને સૈન્ય વચ્ચે આ પ્રકારની પ્રથમ વાતચીત હતી.
ભારત અને ચીને હાલની મિકેનિઝમનો ઉપયોગ કરીને પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર શાંતિ અને સુરક્ષા જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરીય સૈન્ય વાટાઘાટોનો નવો રાઉન્ડ યોજ્યો હતો.
- Advertisement -
બુધવારે વિદેશી બાબતોના મંત્રાલયે કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયમાં આ પ્રથમ વખત જનરલ લેવલ મેકેનિઝમની બેઠક યોજવામાં આવી છે. ભારત-ચીન કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠકનો આ ૨૩મો રાઉન્ડ છે.
ઓક્ટોબર 2024માં પણ આ જ પ્રકારની બેઠક યોજાઇ હતી જેમાં કેટલીક સંમતિ થઇ હતી અને તે બાદ સરહદની સ્થિતિમાં ઘણા સુધારા થયા છે તેમ મંત્રાલયે કહ્યું હતું.
બન્ને દેશો વર્તમાન માળખા મુજબ જમીની સ્તરના કોઇ પણ મુદ્દાનું સમાધાન લાવવા માટે સંમત થયા છે.
- Advertisement -
ચીનના નેશનલ ડિફેન્સ મંત્રાલયે પણ કહ્યું હતું કે ભારત-ચીન સરહદના વેસ્ટર્ન સેક્ટરમાં શાંતિ સ્થાપિત કરવા માટે બન્ને દેશો વચ્ચે મજબુત ચર્ચા થઇ હતી. આગામી દિવસોમાં પણ સૈન્યો વચ્ચે આ પ્રકારની બેઠકો થતી રહેશે જે માટે બન્ને દેશો સંમત થયા છે.
સરહદે શાંતિ જળવાઇ રહે તે માટે સંયુક્ત પ્રયાસો કરવામાં આવશે. લદ્દાખ સરહદ પાસે વર્ષ 2020માં બન્ને દેશોના સૈન્ય વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું જેમાં ભારતના અનેક જવાન શહીદ થયા હતા જ્યારે ચીનના પણ સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ ઘટના બાદથી જ બન્ને દેશોએ મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા હતા જોકે બાદમાં દર વર્ષે યોજાતી બેઠકોના પરિણામે આ સંખ્યા ઘટતી ગઇ અને હવે પેટ્રોલિંગ નહીં કરવાનો પણ નિર્ણય લેવાયો છે.




 
                                 
                              
        

 
         
         
        