અમેરિકન અધિકારીએ કહ્યું- તેનાથી ચીનનો સામનો કરવા માટે સેનાની તાકાત વધશે
ખાસ-ખબર સંવાદદાતા
ભારત અને અમેરિકા દુર સુધી પ્રહાર કરી શકે એવા હથિયાર બનાવવા પર સાથે મળીને કામ કરી રહ્યા છે. આનો ઉપયોગ એલએસી પર ચીનનો સામનો કરવા માટે કરવામાં આવશે. આ માહિતી અમેરિકાના રક્ષા મંત્રાલય પેન્ટાગોનના ટોચના અધિકારી એલી રેટનરે આપી છે. અમેરિકાની સંસદમાં ચીનને લઈને આયોજિત બેઠક દરમિયાન ઈન્ડો-પેસિફિક સુરક્ષા બાબતોના સહાયક સચિવ રેટનરે અમેરિકાના આ નિર્ણયને અભૂતપૂર્વ ગણાવ્યો છે.
- Advertisement -
તેમણે કહ્યું- આ નિર્ણય દર્શાવે છે કે બાઈડેન પ્રશાસન ઈન્ડો-પેસિફિકમાં તેના મિત્રોની મદદ કરવા તૈયાર છે. રેટનરે કહ્યું છે કે અમેરિકા માત્ર ભારતને જ નહીં પરંતુ જાપાન અને ઓસ્ટ્રેલિયાને પણ દુશ્મનો પર હુમલો કરવાની ક્ષમતા વધારવામાં મદદ કરી રહ્યું છે.
ફર્સ્ટપોસ્ટના અહેવાલ મુજબ, ભારત અને અમેરિકા વચ્ચે લાંબા અંતરની બંદૂકો અને બખ્તરબંધ વાહનો બનાવવાનો ડ્રાફ્ટ પીએમ મોદીના અમેરિકા પ્રવાસ પહેલા તૈયાર કરવામાં આવ્યો હતો. રેટનરે કહ્યું કે પીએમ મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અમે સાથે મળીને જેટ એન્જિન બનાવવાનો સોદો કર્યો હતો. જ્યારે અમે ભારત સાથે લાંબા અંતરની તોપો અને બખ્તરબંધ વાહનો બનાવવાના પ્રસ્તાવ પર પણ કામ કરી રહ્યા છીએ. જેઓ ચીન સરહદ પર ભારતની જરૂરિયાતો પૂરી કરવા માટે કામ કરશે.
ખરેખરમાં, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અમેરિકાના જેક સુલિવાને આ વર્ષની શરૂઆતમાં ઈંઈઊઝ (ક્રિટીકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી પર પહેલ) લોન્ચ કરી હતી.
- Advertisement -
આ પહેલ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર શરૂ કરવામાં આવી છે. મે 2022 માં ટોક્યોમાં તેમની બેઠક પછી, બંને દેશોની સરકારોએ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારી અને ટેક્નોલોજી શેરિંગને વધારવાની જાહેરાત કરી હતી.