પયગંબર મોહમ્મદ પર બીજેપીના પ્રવક્તાની ટિપ્પણીનો વિવાદ સતત વધી રહ્યો છે. ઓર્ગનાઇઝેશન ઓફ ઇશ્લામિક કોઓપરેશન(OIC)એ સંયુક્ત રાષ્ટ્રને વિનંતી કરી છે કે તેઓ આ રીતના વિવાદિત નિવેદનો માટે ભારતની સામે કાર્યવાહી કરે. હવે OICને પોતાનો ખુલાસો રજુ કરતા ભારતે કહ્યું કે, OICની સંકુચિત માનસિકતા સામે આવી છે અને હવે વિભાજનકારી એજન્ડા ચલાવી રહ્યા છે. ભારતએ ફરી સ્પષ્ટ રૂપે કહ્યું કે, આવા નિવ્દન ભારત સરકારના અધિકારીક નિવેદન નથી અને ભારત બધા ધર્મોનું સમ્માન કરે છે.
- Advertisement -
ભારતના વિદેશ મંત્રાલયએ એક પ્રેસ રિલિઝ કરી છે, જેમાં તમામ મુસ્લિમ દેશના સંગઠન OICને આડે હાથ લીધું છે. ભારતે પોતાના નિવેદનમાં કહ્યું કે, અમે ભારત વિશે OICનું નિવેદન જોયું. અમે તેમની સંકુચિત માનસિકતાવાળી ટિપ્પણીઓ સંપૂર્ણ રીતે નકારીએ છિએ. ભારત સરકાર બધા ધર્માનું સમ્માન કરે છે. ભારત સરકારે સ્પષ્ટ કહ્યું કે, આવા વિવાદિત નિવેદનો કરવાવાળા લોકો સામે સરકારએ કડક પગલા લીધા છે.
Our response to media queries regarding recent statement by General Secretariat of the OIC:https://t.co/961dqr76qf pic.twitter.com/qrbKgtoWnC
— Arindam Bagchi (@MEAIndia) June 6, 2022
- Advertisement -
સંયુક્ત રાષ્ટ્રને ભારતના વિરૂદ્ધમાં કરવાની કોશિશ કરી રહ્યું છે OIC
OICએ ભારતની આલોચના કરતા કહ્યું કે, આ દુ:ખની વાત છે કે OICએ ફરી એકવાર જાણી જોઇને ખોટું નિવેદ આપ્યું છે. આથી તેમનો વિભાજનકારી એજન્ડા સામે દેખાય આવે છે.
ઉલ્લેખનીય છે કે, નૂપુર શર્માએ પૈગંબર મોહમ્મદ પર નિવેદનના બહાને ભારતની કડક આલોચના કરી હતી. OICએ સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી હતી કે, ભારતના વિરૂદ્ધમાં કાર્યવાહી કરે.
આ પહેલા, OICએ નિવેદન જાહેર કર્યુ કે, ભારતમાં મુસ્લિમ સામે નિવ્દનો અને હિંસાની ઘટના વધી રહી છે. સાથે જ, મુસ્લિમ દેશઓએ હિજાબ પર બેનના મામલે ભારતની આલોચના કરી હતી. ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ દેશોના આ સંગઠનમાં પાકિસ્તાનનો સમાવેશ પણ થાય છે.