રાષ્ટ્રીય એકતા રેલી, મશાલ સરઘસ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળ દ્વારા આગામી શુક્રવાર, 15મી ઓગસ્ટે, સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાદેવધામના પટાંગણમાં સવારે 8:30 કલાકે ધ્વજવંદન સાથે કાર્યક્રમોનો પ્રારંભ થશે. આ સમિતિ છેલ્લા 44 વર્ષથી રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીમાં અગ્રેસર રહી છે. સવારે 8:30 કલાકે જીવનનગર ચોકમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. રાષ્ટ્રીય એકતા રેલી અને મશાલ સરઘસ: આ પ્રસંગે દેશપ્રેમના સૂત્રોચ્ચાર સાથે રાષ્ટ્રીય એકતા રેલી અને મશાલ સરઘસ પણ નીકળશે, જેમાં મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ અગ્રહસ્ત રહેશે. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો, વેશભૂષા અને અન્ય સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.
- Advertisement -
આ કાર્યક્રમમાં પ્રદેશ ભા.જ.પ.ના મંત્રી બીનાબેન આચાર્ય, કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, નીરુભા વાઘેલા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજરી આપશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમિતિના પ્રમુખ જયંત પંડયા, અંકલેશ ગોહિલ, વિનોદરાય ભટ્ટ અને મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, શોભનાબેન ભાણવડિયા સહિત સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ ઉજવણીમાં જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક અને આસપાસના વિસ્તારોના રહીશો ભાગ લેશે.