વિન્ડિઝ વતી એકમાત્ર એલિક અથાનેઝ 48 રન બનાવી શક્યો: અશ્વિન ઉપરાંત જાડેજાએ વેધક બોલિંગ કરતા ત્રણ વિકેટ ખેડવી
ભારતે પહેલી ઈનિંગમાં વિનાવિકેટે બનાવ્યા 80 રન; રોહિત 30 તો યશસ્વી 40 રન બનાવીને ક્રિઝ પર
- Advertisement -
રવિચંદ્રન અશ્વિનની આગેવાનીમાં બોલરોના પ્રભાવિત પ્રદર્શનથી ભારતે બે મેચની શ્રેણીની પહેલી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને પહેલી ઈનિંગમાં 150 રને સંકેલી નાખ્યું છે. અશ્વિને 24.3 ઓવરમાં 60 રન આપીને પાંચ વિકેટ ખેડવી છે. અશ્વિનને રવીન્દ્ર જાડેજાનો સાથ મળ્યો જેણે 14 ઓવરમાં 26 રન આપીને ત્રણ વિકેટ ખેડવી છે.
વિન્ડિઝ માટે ડેબ્યુ કરી રહેલો એલિક અથાનેઝ એકમાત્ર ભારતીય બોલરોનો અડીખમ બનીને સામનો કરી શક્યો હતો. જો કે તે પોતાની ફિફટી પૂર્ણ કરી શક્યો ન્હોતો અને 47 રન બનાવીને અશ્વિનનો જ શિકાર બન્યો હતો. આ પહેલાં અશ્વિને પ્રારંભીક સેશનમાં તેગનારાયણ ચંદ્રપોલ (12 રન) અને કેપ્ટન ક્રેગ બ્રેથવેટ (20 રન)ને આઉટ કર્યા તો ત્રીજા ફાસ્ટ બોલર તરીકે રમી રહેલા શાર્દૂલ ઠાકુર (15 રન આપી એક વિકેટ)એ રેમોન રીફર (બે રન)ને આઉટ કરાવ્યો હતો. આ પછી જાડેજાએ લંચ બ્રેક પહેલાં જર્મેન બ્લેકવુડ (14 રન)ને આઉટ કર્યો હતો.
That's Stumps on Day 1 of the opening #WIvIND Test!#TeamIndia move to 80/0, with captain Rohit Sharma and Yashasvi Jaiswal making a fine start.
- Advertisement -
We will be back tomorrow for Day 2 action!
Scorecard ▶️ https://t.co/FWI05P4Bnd pic.twitter.com/aksOAvowGc
— BCCI (@BCCI) July 12, 2023
બીજા સેશનની ચોથી ઓવરમાં જાડેજાની આર્મ બોલને જોશુઆ ડાસિલ્વા (બે રન) કટ કરવાની ભૂલ કરી બેઠો અને આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ જેસન હોલ્ડરે અથાનેઝ સાથે મળીને સ્કોરબોર્ડ ફરતું કર્યું હતું. બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 108 બોલમાં 41 રનની ભાગીદારી થઈ હતી જેને મોહમ્મદ સિરાજે તોડી હતી. અશ્વિને અલ્ઝારી જોસેફ (ચાર રન)ને આઉટ કરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની વિકેટનો આંકડો 700 સુધી પહોંચાડ્યો હતો.
દિવસના અંતિમ સત્રમાં જાડેજાએ કેમાર રોચ (એક રન) તો અશ્વિને જોમેલ વારિકન (એક રન)ને આઉટ કરી વિન્ડિઝની ઈનિંગનો અંત આણ્યો હતો. રહકીમ કૉર્નવાલ 19 રન બનાવીને અણનમ રહ્યો હતો.
ભારતીય ટીમે દિવસની રમત પૂર્ણ થવા સુધી વિનાવિકેટે 80 રન બનાવ્યા છે. કેપ્ટન રોહિત શર્મા અને ડેબ્યુ કરી રહેલા યશસ્વી જયસ્વાલે ટીમને સારી શરૂઆત અપાવી હતી. ભારતીય ટીમ પહેલી ઈનિંગના આધારે વિન્ડિઝ કરતા માત્ર 70 રન પાછળ છે. રોહિત 65 બોલમાં 30 તો યશસ્વી 73 બોલમાં 40 રન બનાવીને અણનમ છે. ભારતીય ટીમ પહેલી ઈનિંગથી જ લીડ લેવા માંગશે જેની બીજી વખત બેટિંગ કરવા આવવાની જરૂર ન પડે.
How does one overcome jet lag, adapts to the bowling conditions and executes it to perfection?
Bowling on cement surfaces, says @ashwinravi99 😎
WATCH 🎥🔽 #TeamIndia | #WIvIND pic.twitter.com/5iYQS7XlyR
— BCCI (@BCCI) July 13, 2023
અશ્વિને રચ્યો ઈતિહાસ: 700 વિકેટ લઈને કુંબલે-હરભજનની ખાસ ક્લબમાં થયો સામેલ
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં આર.અશ્વિને ઈતિહાસ રચી દીધો છે. અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 700 વિકેટ લેનારો બોલર બન્યો છે. વિન્ડિઝ વિરુદ્ધ ત્રણ વિકેટ લેતા જ અશ્વિને આ ઉપલબ્ધી હાંસલ કરી લીધી છે. આ મામલે તેણે હરભજન સિંહ અને અનિલ કુંબલેની ખાસ ક્લબમાં પણ એન્ટ્રી મેળવી છે. ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિનની હવે 477 વિકેટ થઈ ગઈ છે જે તેણે 93મી ટેસ્ટ મેચમાં જ પૂર્ણ કરી છે. અશ્વિન અનિલ કુંબલે બાદ ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. તે બોલિંગમાં જ નહીં બલ્કે બેટિંગમાં પણ કમાલ કરી રહ્યો છે. અશ્વિન ભારત માટે બેટિંગમાં ચાર હજાર રન અને 700 વિકેટ લેનારો ભારતનો પહેલો ખેલાડી બન્યો છે.