ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે વનડે સિરીઝનો પ્રથમ મેચ આસાનીથી જીતી ભારતે પોતાના નામે કરી લીધો છે.
જેમાં વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 114 રન કર્યા બાદ 115 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ભારતીય ટીમ મેદાનમાં ઉતરી હતી. જેમાં શાનદાર પ્રદર્શન સાથે ભારતે જીત જીત નોંધાવી દીધી છે. ટીમ ઇન્ડિયાએ ૫ વિકીટે મેચ જીતી લીધો છે. જેમાં કુલદીપ, જાડેજા અને ઈશાને યશસ્વી પ્રદર્શન કર્યું હતું.
- Advertisement -
શરૂઆત ઈશાન કિસાન અને શુભમન ગીલે કરી હતી. જેમાં પ્રથમ ત્રણ ઓવર દરમિયાન ઓપનર જોડીએ 15 રન કર્યા હતા જેમાં ઈશાન કિસ્સાને ચાર રન અને શુભ મન ગિલે સાત રન બનાવ્યા હતા. ત્યારબાદ 16 બોલમાં સાત રન બનાવીને ભારતને શુભમન ગીલના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. જ્યારે ઈશાન કિશન 7 રને બેટિંગ કરી રહ્યો હતો આ દરમિયાન સૂર્યકૂમાર યાદવ તેને સાથ માટે આવ્યો આવ્યા હતા.ત્યારબાદ ભારતે 8 ઓવરમાં એક વિકેટના નુકસાન પર 42 રન બનાવ્યા હતા. જેમાં કિસને 20 બોલમાં 17 રન બનાવ્યા હતા. સાથે ત્રણ ચોગ્ગા પણ ફટકાર્યા હતા. બીજી બાજુ સૂર્યકુમાર યાદવએ બાર બોલમાં ચૌદ રન બનાવી જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો.
Starting the ODI series on a winning note 👏 👏#TeamIndia | #WIvIND pic.twitter.com/fVbEHRSmAw
— BCCI (@BCCI) July 27, 2023
- Advertisement -
ત્યારબાદ ભારતને બીજો ઝટકો સૂર્યકૂમાર યાદવના રૂપમાં લાગ્યો હતો. તેમણે 25 બોલમાં 19 રન બનાવી પરત ફરવું પડ્યું હતું. સૂર્યકૂમાર યાદવને મોતીએ પવેલીયનનો રસ્તો બતાવ્યો હતો. તો ભારતે 10.5 ઓવરમાં 54 રન બનાવ્યા હતા.ટીમ ઈન્ડિયાની ત્રીજી વિકેટ પડી. હાર્દિક પંડ્યા 5 રનના સ્કોર પર આઉટ થયો હતો. બાદમાં ભારતે 16 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 93 રન બનાવ્યા હતા. ઈશાન કિશને પોતાની અડધી સદી પૂરી કરી કરી હતી.ઇશાન તેની અડધી સદી બાદ 46 બોલમાં 52 રન કરી આઉટ થયો હતો.5મી વિકેટ શાર્દુલ ઠાકુરના રૂપમાં પડી હતી, જે 1 રન બનાવીને આઉટ થયો હતો.
1ST ODI. India Won by 5 Wicket(s) https://t.co/OoIwxCvNlQ #WIvIND
— BCCI (@BCCI) July 27, 2023
23 ઓવરમાં ફક્ત 114 રન જ બનાવી શકી
પ્રથમ બેટિંગ કરવા આવેલી વેસ્ટ ઈન્ડીઝની ટીમની ભારતના કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ બરાબર ખાતરદારી કરી હતી. કુલદીપ યાદવે 3 ઓવરમાં 2 મેડન ઓવરમાં 6 રન આપીને 4 વિકેટ ઝડપી હતી ત્યાર બાદ રવિન્દ્ર જાડેજાએ પણ 3 વિકેટ ઝડપી હતી. આ ભારતના આ બે ખેલાડીઓએ 7 વિકેટ ઝડપી પાડતા વેસ્ટ ઈન્ડીઝની હાલત ખરાબ થઈ હતી અને આ રીતે આખી ટીમ 23 ઓવરમાં ફક્ત 114 રન જ બનાવી શકી હતી.