મંગળવારે કટકમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20I દરમિયાન અર્શદીપ સિંહ પછી 32 વર્ષીય આ સીમાચિહ્ન સુધી પહોંચનાર માત્ર બીજો ભારતીય બન્યો.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મંગળવારે રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે 101 રનના વિશાળ અંતરથી જીત મેળવીને પાંચ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતે છ વિકેટે 175 રન બનાવ્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમને 12.3 ઓવરમાં માત્ર 74 રનમાં જ સમેટી દીધી હતી.
- Advertisement -
બુમરાહની ઐતિહાસિક સિદ્ધિ
આ મેચમાં ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે T20 આંતરરાષ્ટ્રીયમાં 100 વિકેટ લેવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. બુમરાહ ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI, T20I) માં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય અને વિશ્વનો પાંચમો બોલર બન્યો છે. જોકે, ભારતીય ટીમની આ જીત છતાં, બુમરાહને મળેલી 100મી વિકેટને લઈને મોટો વિવાદ ઊભો થયો છે.
ડેવાલ્ડ બ્રેવિસની વિકેટ અને અમ્પાયરનો વિવાદાસ્પદ નિર્ણય
- Advertisement -
વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે બુમરાહે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસને આઉટ કર્યો. બુમરાહે ઑફ સ્ટમ્પની બહાર એક ઝડપી શોર્ટ બૉલ ફેંક્યો, જેના પર બ્રેવિસે શૉટ મારવાનો પ્રયાસ કર્યો. બૉલ બેટની ટોચની કિનારી (Top Edge) લઈને કવરમાં ઊભેલા સૂર્યકુમાર યાદવના હાથમાં ગયો અને સૂર્યાએ સરળતાથી કેચ પકડી લીધો.
વિવાદ કેમ થયો?
ભારતીય ટીમે વિકેટની ઉજવણી કરી, પરંતુ બ્રેવિસ પોતે નારાજ હતો. જેવો જ તે બાઉન્ડ્રી લાઇન પાર કરી રહ્યો હતો તેમ રિપ્લેમાં બુમરાહના બોલિંગ ફોલો-થ્રુનું દ્રશ્ય બતાવવામાં આવ્યું. રિપ્લેમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે, બુમરાહનો પગ ક્રિઝની પાછળ નહોતો, જેના કારણે આ બૉલ નો-બૉલ હોવો જોઈતો હતો.
થર્ડ અમ્પાયરના મતે નો બોલ નહોતો!
આ નિર્ણય ખૂબ જ ક્લૉઝ હતો, પરંતુ મેદાન પરના અમ્પાયરે આ બૉલને નો-બૉલ જાહેર કર્યો ન હતો. રિપ્લે જોયા પછી પણ ત્રીજા અમ્પાયર કેએન અનંથા પદ્મનાભને આ બૉલને નો-બૉલ માન્યો નહોતો, જેના કારણે બ્રેવિસને પેવેલિયન પરત ફરવું પડ્યું. બ્રેવિસ અમ્પાયરના આ નિર્ણયથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર ચાહકોએ પણ આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યા હતા. મેચ દરમિયાન ઓન-એર કોમેન્ટેટર્સ પણ અમ્પાયરના આ નિર્ણય સાથે સહમત નહોતા.




