રાજકોટમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાના કેપ્ટને રંગ રાખ્યો છે. રોહિત શર્માએ ટેસ્ટ કરિયરની 11મી સદી ફટકારી હતી.
ટીમ ઈન્ડીયાનો હીટમેન રોહિત શર્માએ રાજકોટમાં રંગ રાખી દીધો છે. રોહિતે રેહાન અહમદની સામે 2 રન લઈને કરિયરની 11મી સદી પૂરી કરી હતી. રોહિતની ઈંગ્લેન્ડ સામે આ ત્રીજી સદી છે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની 3જી ટેસ્ટમાં રોહિતનું આ મોટું કારનામું છે. હજુ તો ગઈ કાલે આ ક્રિકેટ સ્ટેડિયમનું નામકરણ થયું હતું અને આજે રોહિત તેમાં ધમાકેદાર સદી ફટકારીને ઈંગ્લેન્ડે બેકફૂટ પર મૂકી દીધું હતું.
- Advertisement -
💯! 👍 👍
Captain leading from the front & how! 🙌 🙌
Well played, Rohit Sharma 👏 👏
- Advertisement -
Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/BAfUCluE2H
— BCCI (@BCCI) February 15, 2024
રોહિતને ધોનીનો પણ રેકોર્ડ તોડ્યો
રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે પ્રથમ દાવમાં 2 છગ્ગા ફટકારીને પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે. તેના નામે હવે 79 સિક્સર છે, જ્યારે ધોનીના નામે 78 સિક્સર છે. આટલું જ નહીં, હવે તે ભારત તરફથી સૌથી વધુ સિક્સર ફટકારનાર બીજા બેટ્સમેન બની ગયો છે. તેનાથી આગળ માત્ર વીરેન્દ્ર સેહવાગ છે વીરેન્દ્ર સેહવાગના નામે 91 સિક્સર છે.
ઓપનર તરીકે તેની ત્રીજી સદી ફટકારી
રોહિત શર્માએ વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો. તેણે વિજય મર્ચન્ટ, મુરલી વિજય અને કેએલ રાહુલની બરાબરી કરીને ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે તેની ત્રીજી સદી ફટકારી. આ યાદીમાં સુનીલ ગાવસ્કર 4 સદી સાથે ટોચ પર છે.
Century for Rohit Sharma ..!!#INDvENG | #RohitSharmapic.twitter.com/wc2gmTTwPG
— Haroon Mustafa (@CRICFOOTHAROON) February 15, 2024
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિતની 47મી સદી
વિરાટ કોહલી- 80 સદી
ડેવિડ વોર્નર- 49 સદી
રોહિત શર્મા – 47 સદી
જો રૂટ- 46 સદી
સ્ટીવ સ્મિથ – 44 સદી
કેન વિલિયમસન- 44 સદી