- કુલદીપની પાંચ તો સીરાજની ત્રણ વિકેટ: બીજા દાવમાં ભારતના વિનાવિકેટે 25 રન
ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસની રમતમાં ટીમ ઈન્ડિયાના બોલરોની આગઝરતી બોલિંગ સામે બાંગ્લાદેશી બેટર ભાંગી પડ્યા હોય તેવી રીતે 150 રનમાં આખી ટીમ તંબુ ભેગી થઈ જવા પામી હતી. બાંગ્લાદેશી બેટરની હાલતનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય તે તેનો એક પણ બેટર 30 રનના આંકડા સુધી પણ પહોંચી શક્યો નહોતો.
ભારતે પ્રથમ બેટિંગ કરતાં 404 રન બનાવ્યા હતા જેનાો પીછો કરવા બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ શરૂઆતથી જ ખખડવા લાગી હતી અને 150 રન સુધી પહોંચતાં સુધીમાં તેણે પોતાની તમામ વિકેટો ગુમાવી દીધી હતી. બાંગ્લાદેશ વતી સૌથી વધુ 28 રન મુશ્ફીકુર રહીમે બનાવ્યા હતા. આ સિવાય લીટ્ટોન દાસે 24, જાકીર હુસેને 20, મહેદી હસને 25 રનનું યોગદાન આપ્યું હતું.
- Advertisement -
તેના ચાર બેટર તો બે આંકડાનો સ્કોર પણ બનાવી શક્યા નહોતા. બોલિંગમાં ભારત વતી કુલદીપ યાદવે 16 ઓવરમાં 40 રન આપી પાંચ તો મોહમ્મદ સીરાજે 13 ઓવરમાં 20 રન આપી ત્રણ વિકેટ ખેડવી હતી. આ ઉપરાંત ઉમેશ-અક્ષરના ભાગે એક-એક સફળતા આવી હતી. બાંગ્લાદેશ 150 રનમાં ઓલઆઉટ થઈ જતાં ટીમ ઈન્ડિયાને 254 રનની લીડ મળી હતી જે સાથે તે બીજી ઈનિંગમાં દાવ લેવા ઉતરી હતી અને હાલ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં વિનાવિકેટે 25 રન બનાવી લીધા છે.