ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે નાગપુરમાં રમવામાં આવતી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસેના પહેલા સત્રમાં ભારતીય ટીમનો પ્રથમ દાવ 400 રનમાં સમેટાઈ ગયો છે.
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ (IND vs AUS)ના પ્રથમ દાવમાં મોટી લીડ મેળવી લીધી છે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે નાગપુરમાં રમવામાં આવતી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસેના પહેલા સત્રમાં ભારતીય ટીમનો પ્રથમ દાવ 400 રનમાં સમેટાઈ ગયો છે. સામે ઓસ્ટ્રેલિયન ટીમના પ્રથમ દાવના સ્કોર સામે ભારતે 223 રનની લીડ લઈને મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે.
- Advertisement -
Lunch on Day 3 of the 1st Test.#TeamIndia all out for 400. Lead by 223 runs.
Rohit Sharma (120)
Axar Patel (84)
Ravindra Jadeja (70)
Scorecard – https://t.co/edMqDi4dkU #INDvAUS @mastercardindia pic.twitter.com/iUvZhUrGL1
- Advertisement -
— BCCI (@BCCI) February 11, 2023
રવિન્દ્ર જાડેજાની શાનદાર વાપસી
ત્રીજા દિવસે ભારતે 321/7ના સ્કોરથી શરૂઆત કરી હતી, શરૂઆતમાં જ રવિન્દ્ર જાડેજાની વિકેટ પડી હતી પણ અક્ષર પટેલે એક છેડેથી મોરચો સંભાળી રાખ્યો હતો. આ સાથે જ હાલ ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવમાં 223 રનની લીડ મળી હતી. જણાવી દઈએ કે અડધી સદી ફટકારનાર રવિન્દ્ર જાડેજાએ પણ આ મેચમાં પાંચ વિકેટ લીધી અને લગભગ પાંચ મહિના પછી ક્રિકેટમાં જબરદસ્ત વાપસી કરી છે. ત્રીજા દિવસની શરૂઆતમાં જાડેજા 70 રન બનાવ્યા હતા.
આ ખેલાડીઓએ કર્યો કમાલ
ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી મોટી 120 રનની ઇનિંગ રમી હતી. છેલ્લી ત્રણ વિકેટે અજાયબી કરી હતી ભારતીય ટીમે 240 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી એવું લાગી રહ્યું હતું કે ભારતની લીડ 100 રનની આસપાસ અટકી જશે પણ છેલ્લી ત્રણ ખેલાડીઓએ શાનદાર રમત બતાવી હતી. જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલે 7મી વિકેટ માટે 88 રનની ભાગીદારી કરી હતી અને ત્રીજા દિવસની શરૂઆતમાં જાડેજા 70 રન બનાવીને મર્ફીના હાથે બોલ્ડ થયો હતો. આ પછી મોહમ્મદ શમીએ અક્ષર પટેલને સપોર્ટ કર્યો હતો. બંને વચ્ચે 9મી વિકેટ માટે 52 રનની ભાગીદારી થઈ હતી. આમાં શમીએ 37 રનનું યોગદાન આપ્યું હતું. આ ઇનિંગમાં તેણે 2 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.
Captain @ImRo45 led from the front with a magnificent century as he becomes #TeamIndia’s Top Performer from the first innings 👏🏻👏🏻
A summary of his batting display 👇🏻 #INDvAUS pic.twitter.com/bfCIwfI2kA
— BCCI (@BCCI) February 11, 2023
આ ખેલાડીઓએ કર્યા આટલા રન
ભારતીય કેપ્ટને 171 બોલમાં ટેસ્ટમાં તેની 9મી સદી ફટકારી હતી. કેપ્ટન તરીકે આ તેની પ્રથમ સદી છે. 212 બોલમાં 120 રનની ઇનિંગ રમ્યા બાદ રોહિત કમિન્સના હાથે આઉટ થયો હતો. તેણે 15 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જણાવી દઈએ કે કેએલ રાહુલ 20, વિરાટ કોહલી 12, ચેતેશ્વર પૂજારા 7, સૂર્યકુમાર યાદવ 8 અને ભરત 8 રને સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા.