પ્રથમ દાવમાં 109 રનમાં આઉટ થયેલી ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગમાં માત્ર 163 રનમાં જ સમેટાઈ ગઈ, ઈન્દોર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ઓસ્ટ્રેલિયા સામે શરમજનક હાર
ઓસ્ટ્રેલિયાએ શાનદાર જીત સાથે WTCની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતની હારનું કારણ તેના બેટ્સમેનો હતા. પ્રથમ દાવમાં 109 રનમાં આઉટ થયેલી ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગમાં માત્ર 163 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ચેતેશ્વર પૂજારાએ સૌથી વધુ 59 રનની ઇનિંગ રમી હતી. તે જ સમયે શ્રેયસ અય્યરે 26 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે નાથન લિયોને ખતરનાક બોલિંગ કરી અને 64 રન આપીને 8 વિકેટ લીધી.
- Advertisement -
Australia win the Third Test by 9 wickets. #TeamIndia 🇮🇳 will aim to bounce back in the fourth and final #INDvAUS Test at the Narendra Modi Stadium in Ahmedabad 👍🏻👍🏻
Scorecard ▶️ https://t.co/t0IGbs2qyj @mastercardindia pic.twitter.com/M7acVTo7ch
— BCCI (@BCCI) March 3, 2023
- Advertisement -
ઈન્દોર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ઓસ્ટ્રેલિયા સામે શરમજનક હાર થઈ છે. બીજી ઈનિંગમાં પૂજારા સિવાય કોઈ ખેલાડી સંઘર્ષ કરી શક્યો નહોતો. બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનમાં ઈન્દોરની પીચે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. જો જોવામાં આવે તો ઓસ્ટ્રેલિયા છ વર્ષ બાદ ભારતીય ધરતી પર જીત્યું છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પોતાની ઇનિંગમાં માત્ર 109 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 22 રનની ઇનિંગ રમી હતી. અન્ય કોઈ ખેલાડી કંઈ ખાસ કરી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયન ટીમ માટે સ્પિનર મેથ્યુ કુહનમેને સૌથી વધુ પાંચ અને નાથન લિયોને 3 વિકેટ ઝડપી હતી.
#WTC23 Final bound 🏆
Congratulations Australia. See you in June! 👋 pic.twitter.com/H2YdaWPzYV
— ICC (@ICC) March 3, 2023
ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમે એક સમયે ચાર વિકેટે 186 રન બનાવ્યા હતા, પરંતુ તેની છેલ્લી છ વિકેટ માત્ર 11 રનમાં જ પડી ગઈ હતી. પ્રથમ દિવસની રમતમાં રવિન્દ્ર જાડેજાએ ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે જ અશ્વિન અને ઉમેશ યાદવે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવના આધારે 88 રનની મૂલ્યવાન લીડ મળી હતી.