ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં વિરાટ કોહલી અને 19 વર્ષીય યંગ પ્લેયર સેમ કોન્સટાસ વચ્ચે જોરદાર અથડામણ થઈ છે. બંને વચ્ચે મેચ દરમિયાન ધક્કા-મુક્કી થઈ હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શું છે પૂરો મામલો
- Advertisement -
10 ઓવર પૂરી થયા પછી ઑસ્ટ્રેલિયાની ટીમે 44 રન બનાવી હતા જે બાદ કોન્સટાસ જગ્યા બદલીને બીજા છેડે આવી ગયો હતો. આ દરમિયાન કોહલી સ્પીડમાં ચાલતો કોન્સટાસ પાસે આવ્યો અને તેને ધક્કો માર્યો, ત્યારબાદ આ યુવા પ્લેયરે ગુસ્સામાં આવીને કોહલીને કશું કહ્યું અને કોહલીએ પણ તેનો જવાબ આપ્યો. ત્યારે ઉસ્માન ખ્વાજા અને એમ્પાયર ત્યાં પહોંચ્યા અને બંનેને સમજાવીને અલગ કર્યા.
શું કહ્યું કોન્સટાસે?
ડ્રિંક બ્રેક દરમિયાન કોન્સટાસે આ મામલે કહ્યું કે ” મેદાન પર જે થાય છે તે મેદાન પર જ રહે છે”. જોસ બટલર બાદ કોન્સટાસ માત્ર બીજો એવો બેટર છે કે જેને ટેસ્ટમાં બૂમરાહની ઓવરમાં 2 છગ્ગા ફટકાર્યા હતા. કોન્સટાસે 65 બોલમાં 60 રન બનાવીને આઉટ થયાઓ હતો. તેણે જાડેજાને આઉટ કર્યો હતો. તેણે કુલ 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 92.31 ની સ્ટ્રાઈક રેટ રાખી હતી.