– 10 બેઝીક પોઈન્ટનો વધારો આજથી જ અમલી
રીઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરમાં 25 બેઝીક પોઈન્ટનો વધારો કરાયા બાદ હવે આજે દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા (એસબીઆઈ) એ તેના ધિરાણદરમાં 10 બેઝીક પોઈન્ટનો વધારો કરતા જો આ બેન્કનું ધિરાણ વધુ મોંઘુ બનશે.
- Advertisement -
હાલના બાકીદારો માટે પણ વ્યાજ વધવાની સાથે ટર્મ લોન, હાઉસીંગ, ઓટો સહિતની લોનમાં માસિક હપ્તા અને લોનનો સમયગાળો વધી જશે. સ્ટેટ બેન્ક દ્વારા વ્યાજદરમાં વધારો કરતા હવે બીજી સરકારી તથા ખાનગી બેન્કો પણ ધિરાણદર વધારશે. બેન્કના આ નવા દર આજથી જ અમલી બની ગયા છે. સ્ટેટ બેન્કના હવે મુખ્ય ધિરાણદર 7.85%માંથી 7.95% થયા છે.
બેન્કનો આથી લાંબાગાળાને વ્યાજદર લગભગ 9%થી વધુ હશે. આ બેઝીક રેટ બનશે અને પછી બેન્ક તેના પરથી તેના વિકાસદર નિશ્ચિત કરશે અને તે મુજબ હવે બેન્ક તેની લોન-ધિરાણોને રી-સેટ કરી માસિક હપ્તાની રકમ અને તેની લોનનો સમયગાળો નિશ્ચિત કરશે.
આ અગાઉ બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઈન્ડીયા અને પંજાબ નેશનલ બેન્ક પણ તેના વ્યાજદરમાં 10 બેઝીક પોઈન્ટનો વધારો કર્યો હતો.
- Advertisement -