ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રવિવારે કહ્યું કે ધર્મને સમજવો ખૂબ જ મુશ્ર્કેલ છે. ધર્મના નામે થતા તમામ અત્યાચાર ગેરસમજ અને ધર્મની સમજના અભાવને કારણે થયા છે. મહારાષ્ટ્રના અમરાવતીમાં મહાનુભાવ આશ્રમના શતાબ્દી સમારોહમાં બોલતા ભાગવતે કહ્યું- ધર્મ મહત્ત્વપૂર્ણ છે અને તેને યોગ્ય રીતે શીખવવો જોઈએ. ધર્મનું અયોગ્ય અને અધૂરું જ્ઞાન અધર્મ તરફ દોરી જાય છે. મોહન ભાગવતે 19 ડિસેમ્બરે પુણેમાં એક નિવેદનમાં પણ કહ્યું હતું કે મંદિર-મસ્જિદ વિવાદને દરરોજ ઉઠાવવો યોગ્ય નથી. કેટલાક લોકો એવું વિચારે છે કે આમ કરવાથી તેઓ હિન્દુઓના નેતા બની જશે. ભાગવતે જણાવ્યું હતું કે, ધર્મ હંમેશા અસ્તિત્વમાં છે અને દરેક વસ્તુ તેના અનુસાર કાર્ય કરે છે અને તેથી તેને સનાતન કહેવામાં આવે છે, સૃષ્ટિની શરૂઆતથી અંત સુધીની સંહિતા સનાતન ધર્મ છે. ધર્મ એ સત્યનો આધાર છે. તેથી ધર્મનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. સંપ્રદાય ક્યારેય લડવાનું શીખવતો નથી, તે હંમેશા સમાજને એક કરે છે. તે સત્ય, અહિંસા, શાંતિ અને સમાનતાની ભાવનાને જાગૃત કરે છે. ધર્મને સમજવા માટે સંપ્રદાયો જરૂરી છે, કારણ કે તેમના વિના કોઈ માર્ગ આગળ વધી શકતો નથી. બાબાએ સમજાવ્યું છે, આના માટે બુદ્ધિની જરૂર છે. જેની પાસે બુદ્ધિ છે તેને આપણે સંપ્રદાય કહીએ છીએ.