ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતની આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્ટાર અંકિતા રૈનાની સાથે વૈદેહી ચૌધરીને પણ એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો છે. ઓલ ઈન્ડિયા ટેનિસ એસો.ને 23મી સપ્ટેમ્બરથી ચીનના હાંગઝોઉમાં યોજાનારી એશિયન ગેમ્સની ટેનિસ સ્પર્ધામાં ભાગ લેનારી 12 સભ્યોની ટીમજાહેર કરી હતી.
ભારતને અંકિતા રૈના પાસેથી ફરી એક વખત એશિયન ગેમ્સમાં મેડલની આશા છે. અંકિતાએ છેલ્લે 2018માં જકાર્તામાં રમાયેલી એશિયન ગેમ્સમાં વિમેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
- Advertisement -
અંકિતા અને વૈદેહીની સાથે કરમન કૌર થાંડી, ઋતુજા ભોસલે, સહજા યમ્લાપલ્લી તેમજ પ્રેરણા થોમ્બારેને સ્થાન મળ્યું છે. ડબલ્સ સ્પેશિયાલીસ્ટ રોહન બોપન્નાની સાથે ભારતીય મેન્સ ટેનિસ ટીમમાં સુમિત નાગલ, શશીકુમાર મુકુંદ, રામકુમાર રામનાથન, યુકી ભામ્બરી અને સાકેત માયનેનીનો સમાવેશ થાય છે.