શિયાળામાં ઈમ્યુનિટીને મજબૂત બનાવવા માટે યોગ્ય આહારની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે જલ્દી બીમાર પડી જાઓ છો તો આજથી જ આ ફૂડ્સને ડાયેટમાં શામેલ કરો.
હવે શિયાળાની ઋતુ શરૂ થશે. આ સિઝનમાં શરીરને ઠંડીની સાથે વાયરલ ઈન્ફેક્શનથી બચાવવું પણ જરૂરી હોય છે. આજકાલ તબિયત બગડવાનું સૌથી મોટુ કારણ નબળી ઈમ્યૂનિટી છે.
- Advertisement -
એવામાં શિયાળો શરૂ થતા પહેલા શરીરને તેના માટે તૈયાર કરી લો. બીમારીઓ અને ઈન્ફેક્શનથી બચવા માટે ઈમ્યુનિટીનું સ્ટ્રોંગ હોવું જરૂરી છે. માટે આજે અમે તમને 5 એવા ફૂડ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે શરીરને અંદરથી બીમાર અને ઈન્ફેક્શન સાથે લડવામાં મદદ કરશે.
આદુ
આદુમાં એન્ટી-ઈન્ફ્લામેન્ટરી અને એન્ટીઓક્સીડન્ટ ગુણ હોય છે. તેના નિયમિત સેવનથી શરીરની ઈમ્યુનિટી વધે છે.
- Advertisement -
હળદર
હળદરમાં કરક્યૂમિન નામનું તત્વ મળી આવે છે. જે ઈમ્યુનિટીને વધારે છે. શિયાળામાં હળદર વાળુ દૂધ પીવું પણ ફાયદાકારક માનવામાં આવે છે.
લીંબૂ
લીંબૂ વિટામિન Cનો સૌથી સારો સોર્સ છે. જે ઈમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે. એવામાં શિયાળામાં લીંબુ પાણી પીવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
બદામ
બદામમાં વિટામિન E, ફાઈબર અને અન્ય પોષક તત્વ મળી આવે છે. જે ઈમ્યુનિટીને વધારે છે. રોજ એક મુઠ્ઠી બદામ ખાવાથી ઈમ્યુનિટીમાં સુધાર થાય છે.
પાલક
પાલક વિટામિન A,C,Kનો સૌથી સારો સોર્સ છે. આ એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લામેટરી ગુણોથી ભરપૂર હોય છે. શિયાળામાં પાલકનો સૂપ, પરોઠા કે સલાડ ખાવાથી તમારી ઈમ્યૂન સિસ્ટમને મજબૂતી મળે છે.
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. ખાસ-ખબર આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.