બાબરાના પોલીસ કર્મીએ 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરતો
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
ગુજરાત પોલીસને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. અમરેલી જીલ્લાના બે પોલીસ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. અમરેલીના બાબરા પોલીસની ખાખીને કલંકિત કરતી ધટના સામે આવી હતી. અને રક્ષક જ ભક્ષક બન્યો હતો. બાબરાના પોલીસ કર્મીએ 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. મળતી માહિતી મુજબ બાબરાના પોલીસ કર્મી વિરૂધ્ધ સગીરાએ ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદ અનુસાર આરોપી પોતે પોલીસમાં નોકરી કરે છે. તેમજ સગીરાના મમ્મીને હેરાન કરવાની અવારનવાર ધમકી આપીને સ્નેપચેટમાં વાતચીત કરી વાલીપણામાંથી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. અને 4 માસથી શરીરે અડપલાં કરીને શારીરિક સંબંધો પોલીસ કર્મી બાંધતો હતો. સગીરાએ બાબરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. જેમાં પોલીસ કર્મી સામે અપહરણ, પોસ્કો અને દુષ્કર્મ કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે. સગીરાએ ફરીયાદ નોંધાવતા હાલ નરાધમ પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ ફરાર થઈ ગયો છે. જેને પકડી પાડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજીતરફ બાબરા પોલીસ કર્મચારી બાદ વધુ એક પોલીસ કર્મીએ લગ્નની લાલચ આપી અવારનવાર મહિલા સાથે શરીર સંબંધ બાંધતો હતો.