ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા-જાફરાબાદ પંથકમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે એક તરફ ખેતીના પાકને ખૂબ જ આશીર્વાદરૂપ વરસાદ પડ્યો છે. ત્યારે બીજીતરફ જાફરાબાદના માછીમારોને હાલ કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યુ છે. ત્યારે માછીમારોમાં ભારે નુકસાનીનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ જાફરાબાદમાં હજારોની સંખ્યામાં માછીમારો માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા છે. થોડા સમય પહેલા થયેલા વરસાદથી જે સુકવેલી મચ્છીઓ તમામ બગડી ગયેલ હતી.
જેથી માછલીઓ ભીની થઈ જતા વ્યાપક પ્રમાણમાં માછીમારોને નુકસાન થયું છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદથી ભારે નુકસાની વેઠવાનો માછીમારોને વારો આવ્યો છે. આ બાબતે ખારવા સમાજ માછીમાર બોટ એસોસિયેશન પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવેલ કે, સતત બે દિવસથી વરસાદ પડતા અમારા જાફરાબાદમાં માછીમારોને કરોડોનું નુકસાન થયુ છે.
- Advertisement -
વરસાદ પડતા દરીયામાંથી માછીમારો બુમલા(બોમ્બે ડખ) મરછી દુર દુરથી પકડીને લાવી અને બહેનોની મજૂરી આપી માછલીઓની સુકવણી કરવામા આવે છે. આ સુકવણી જો તડકો અને પવન રહે તો જ આ મચ્છીઓ સુકાય છે. ત્યારબાદ માર્કેટમાં વેચણી માટે મુકવામા આવે છે. ત્યારે બે દિવસ વરસાદ પડતા માછલીઓમાં જીવાત બેસી જતા ફેકવાની પણ મજુરી આપી પડે છે. અગાઉ પણ અવિરત વરસાદ પડવાને કારણે માછીમારોને કરોડોનું નુકસાન થયેલ છે. હાલમાં થયેલા વરસાદમાં પણ માછીમારોને કરોડો રૂપિયાની નુકસાની થયુ છે. તેમજ માછીમારોને સરકાર દ્વારા સહાયરૂપી વળતર આપવામા આવે તેવી માંગ કરી છે. આ સાથે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર દ્વારા રજૂઆત કરવામા આવી છે.