ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગઈકાલે વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના મંગલ સાંનિધ્યમાં નૂતન અતિથિભવન તથા બેન્કવેટ હોલના ઉદ્ઘાટન કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી મુખ્ય અતિથિરૂપે ઉપસ્થિત રહ્યા હતા અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આગામી તારીખ 21 જુલાઈ 2024 ને રવિવારે Isha Thakarar’s Krishna Kids School ઉદ્ઘાટન તથા ભક્તિ સંગીત સંધ્યા સહિત વડોદરા શહેરના નાગરિકો દ્વારા પસંદ કરેલા લોકલાડીલા સાંસદ અને ટઢઘ ના પ્રમુખ ડો. હેમાંગ જોશીની ઉપસ્થિતિમાં શપથવિધિ યોજાશે.
- Advertisement -
દેશ-વિદેશના ભાવિકજનો જયારે આ આધ્યાત્મિક સંકુલમાં શ્રીપ્રભુ સાનિધ્યમાં નિવાસનો અલૌકિક લાભ મોટા પ્રમાણમાં પ્રાપ્ત કરતાં આવ્યા છે અને એની સંખ્યામાં સતત વધારો થતાં સૌ ભાવિકજનોની સુવિધા અર્થે નવનુતન અદ્યતન સુવિધા સાથે નવનુતન વ્રજપેલેસ અતિથિ ભવનનું વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.
મુખ્ય અતિથિ તરીકે આવેલા હર્ષભાઈ સંઘવી ગુજરાત રાજ્ય ગૃહમંત્રી દ્વારા વલ્લભાધીશ કી જય બોલાવી શરૂઆત કરી પુજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયને કોટી કોટી વંદન કર્યા અને નાગરિકોને બે હાથ જોડીને વંદન કર્યા હતા, વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.