ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ, તા.1
ગીર સોમનાથ જિલ્લાના લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા હેતુથી જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ રૂ.382.84 લાખના 185 કામોનું સામૂહિક લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વેરાવળ, સુત્રાપાડા, તાલાલા, ઉના, કોડિનાર, અને ગીરગઢડામાં વિવિધ અધિકારીઓ દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં આ લોકાર્પણ કાર્યો કરવામાં આવ્યાં હતાં. સમગ્ર જિલ્લામાં મંજૂર કરવામાં આવેલા કામોમાં સી.સી. રોડ, પેવર બ્લોક, ગટર, આંગણવાડી ફરતે કમ્પાઉન્ડવોલ, શૌચાલય, મધ્યાહન ભોજન શેડ, કોઝવે, બોર – મોટર, વોશિંગ ઘાટ, કમ્યુનિટી હોલ સહિતના કામનો સમાવેશ થાય છે.
ગિર સોમનાથ જિલ્લામાં જનઉપયોગી અનેકવિધ કામોનું લોકાર્પણ વિવિધ તાલુકાઓમાં રૂ.382.84 લાખના 185 કામો ખૂલ્લાં મુકાયાં
