SOG ઑફિસ, ક્રીકેટ ગ્રાઉન્ડ અને અંબાજી મંદિર પોલીસ સ્ટેશન લોકાપર્ણ કાર્ય
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે મહા શિવરાત્રી પર્વ નિમિતે જૂનાગઢની મુલાકાતે પધાર્યા છે ત્યારે જૂનાગઢ શહેર ખાતે લોક ભાગીદારીથી તૈયાર કરવામાં આવેલ નવ નિર્મિત શહેરમાં વિવિધ પોલીસના ઉદ્ધઘાટન કરવામાં આવેલ જેમાં અતિ અઘતન એસઓજી ઓફિસનું લોકાર્પણ કર્યું હતું તેની સાથે પીટીસી બીલખા રોડ પર આવેલ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કર્યું હતું તેમજ ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિર પરિસર પાસે રીપીટર સ્ટેશન તેમજ પોલીસ ચોકી અને વિશ્રામબા ગૃહ નું લોકાપર્ણ કર્યું હતું. રાજ્યના ગૃહ મંત્રી બન્યા બાદ પ્રથમ મુલાકાત જૂનાગઢ છે ત્યારે આજે મહા શિવરાત્રી મેળો ભવનાથ તળેટીમાં યોજાય છે જેમાં ખાસ હાજરી આપી હતી અને ત્યાર બાદ ગિરનાર રોપ-વેની સફર કરી માં અંબાના દર્શન કરી શીશ જુકાવ્યુ હતું અને ધન્યતા અનુભવી હતી તેની સાથે ગિરનાર પર્વત પર વર્ષોની પોલીસ ચોકી અને વાઇયરલેસ સ્ટેશનને રીનોવેશન કરવામાં આવ્યું છે તેમજ વિશ્રામ ગૃહનું લોકાર્પણ કર્યું હતું.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિવિધ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/02/gruh-rajy-mantri-harsh-sanghavi-vividh-police-steshan.jpg)