પાટીદાર સમાજની સંસ્થાઓ સામાજીક ક્ષેત્રે સંકલન) કરી શકિતનો સરવાળો કરે: પરશોતમભાઇ રૂપાલા
પૈસા ને ‘વાવી દાન આપનાર દાતાઓની દિલેરીને બિરદાવતા મૌલેશભાઇ ઉકાણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ તા. 14 કડવા પાટીદાર આસ્થાનું કેન્દ્ર ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્રારા થતા સામાજીક સેવાકીય પ્રવૃતિઓ માટે રાજકોટ ખાતે રૂ. 20 કરોડના ખર્ચે નિર્માણાધીન ‘ઉમા ભવન’ નું તા. 13 ઓકટોબર દશેરાના દિવસે મુખ્યદાતા જીવનભાઇ ગોવાણી ના હસ્તે લોકાર્પણ થયું હતું
- Advertisement -
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાએ સમાજ વ્યવસ્થાઓ તથા પાટીદાર સંસ્થાઓની ભૂમીકા અંગે વકતવ્ય આપ્યું હતું
ઉમિયા માતાજી મંદિર સિદસરના રાજકોટ કાર્યાલય તરીકે આધુનીક સુવિધા સભર રૂા. 20 કરોડના ખર્ચે નિર્માણાધીન ‘ઉમા ભવન નું લોકાર્પણ તથા દાતા સન્માન કાર્યક્રમમાં મુખ્ય દાતા જેઠીબેન ગોરધનભાઇ ગોવાણી પરિવારના જીવનભાઇ ગોવાણી તથા દિપકભાઇ ગોવાણી, પ્રાર્થનાહોલના દાતા લાભુબેન ડાયાભાઇ ઉકાણી પરિવારના સોનલબેન તથા મૌલેશભાઇ ઉકાણી, વહીવટી કાર્યાલય ના દાતા મગનલાલ મોહનભાઇ ફળદુ (ટોટાવાળા) પરિવાર, શૈક્ષણિક પ્રવૃતિ ફલોરના ઓરપેટ ઓમની ઉચ્ચ શિક્ષણ સહાયક ટ્રસ્ટ-રાજકોટ, ઉતારા ફલોરના દાતા ધનજીભાઇ આણંદજીભાઇ માકાસણા (પૂર્વ ધારાસભ્ય), પ્રાર્થના હોલ વિંગ-પ દાતા સનહાર્ટ ગ્રુપ, મીટીંગ હોલના દાતા સ્વ ઠાકશીભાઇ નરશીભાઇ ધમસાણીયા પરિવાર, ટ્રસ્ટ ઓફિસના દાતા ફાલ્કન ગ્રુપના જગદીશભાઇ કોટડીયા, લીફટના દાતા ભૂપતભાઇ ભાયાણી પરિવાર નું સન્માન કરવામાં આવ્યુ હતું.
આગામી ડીસેમ્બરમાં યોજાનારા શ્રી સવા શતાબ્દી મહોત્સવ પૂર્વ રાજકોટ ખાતે ઉમાભવનનું લોકાર્પણ અને દાતાઓના સન્માન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરૂશોતમભાઇ રૂપાલા એ વર્તમાન સમયે પાટીદાર સમાજમાં દાતાઓ દ્વારા દાનની વર્ષા થઇ રહી છે જુના જમાનામાં એક રૂપીયાની કીંમત ગાડા ના પૈડા જેવી હતી ત્યારે પાટીદાર સમાજના સામાજીક વડીલોએ શિક્ષણ ને મહત્વ આપી દિકરા-દિકરીઓ માટે છાત્રાલય નિર્માણ કરાવ્યા. પરિણામે શિક્ષીત બનેલા પાટીદાર સમાજના એક મોટો વર્ગ પ્રગતિશીલ બન્યો. સમાજ માટે ચાલતી સંસ્થાઓ લાંબા ગાળે સામાજીક ઉત્થાનની પ્રવૃતિઓ કરી શકે તે માટે ઇડરની બચત બેંકનો દાખલો ટાંકતા રૂપાલાએ કહયુ હતુ કે, કળશ યોજના થકી સમગ્ર સૌરાષ્ટ્રના બે લાખ પાટીદારોને એક તાંતણે બાંધી 1 વ્યકિત રોજના 1 રૂપીયાની બચત કરી મોટી સામાજીક પ્રવૃતિનું નિર્માણ કરી શકે આવા નાના કામ નિયમિત થાય તો સામાજીક ક્ષેત્રે અલાયદુ પરિણામ આવી શકે. પાટીદાર સમાજની સંસ્થાઓ સામાજીક કાર્યોનું ‘સંકલન’ કરી વિવિધ પ્રવૃતિઓ ચલાવશે તો શકિત નો સરવાળો થશે. સૌરાષ્ટ્રભરના ગ્રામ્ય વિસ્તારોમાંથી દિકરા-દિકરીઓ શિક્ષણ માટે રાજકોટ અને અમદાવાદ જઇ રહયા છે ત્યારે પાટીદાર સમાજે હાલની છાત્રાલય વ્યવસ્થાઓ ઉપરાંત જેટલી જરૂર પડે તે પ્રમાણમાં છાત્રાલયોની વ્યવસ્થા કરી સામાજીક ‘કવચ’ પુરૂ પાડવું જોઇએ છાત્રાલયો સમાજના ‘નિયંત્રણ’ માં ચાલે તેવી હિમાયત કરતા રૂપાલાએ પાટીદાર સમાજની યુવા પેઢી વ્યસનોને તિલાજલી અર્પે, સંસ્કાર સાથે પ્રગતિશીલ અને સુખી સમાજની વ્યવસ્થા ટકાવી રાખે તેવા કાર્યો સમાજની સંસ્થાઓએ કરવા જોઇએ તેમ જણાવ્યુ હતુ.
પ્રાસંગીક ઉદ્બોધન કરતા ઉમિયા માતાજી સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયાએ જણાવ્યુ હતુ કે આગામી 25 થી 28 ડીસેમબર દરમ્યાન ઉમિયાધામ સિદસર ખાતે યોજાનાર સવા શતાબ્દી મહોત્સવની સાથે-સાથે પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે રૂા. 500 કરોડની ત્રીજી સમૃધ્ધી યોજના અમલી બનાવાય છે જે અંતર્ગત ઉમિયા ધામ સિદસર ખાતે રૂા. 60 કરોડ, રાજકોટના ઇશ્વરીયા ખાતે શૈક્ષણીક પ્રોજેકટ માટે રૂમ. 125 કરોડ, રાજકોટમાં ગોવાણી કુમાર છાત્રાલયના નવનિર્માણ માટે રૂા. 40 કરોડ તથા અમદાવાદમાં 1000 દિકરા-દિકરીઓ માટે છાત્રાલય નિર્માણ માટે રૂા. 125 કરોડના કાર્યો થશે. 100 વર્ષ પહેલા પાટીદાર આગેવાનોએ છાત્રાલય – પાટીદાર ભવન શરૂ કરી પાટીદાર સમાજની પ્રગતિના દ્વાર ખોલ્યા હતા.