22થી 26 ઓગસ્ટે હનુમાન ચરિત્ર કથા, યજ્ઞ-પૂજન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે કથાની તૈયારીઓને આખરી ઓપ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભક્તિભાવના શહેર રાજકોટમાં બાલાજી હનુમાનજી મંદિર ખાતે ભવ્ય નૂતન મંદિર ઉદ્ઘાટન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 22 થી 26 ઓગસ્ટ-2025 દરમિયાન આ પાંચ દિવસીય મહોત્સવમાં શ્રી હનુમાન ચરિત્ર કથા તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. કથાનું વક્તવ્ય સારંગપુરવાળા શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી કરશે. મહોત્સવ દરમ્યાન પ.પૂ. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ સહિત સંતો-મહંતો તથા સાંખ્યયોગી માતાઓ ઉપસ્થિત રહી આશીર્વાદ આપશે.
પ્રથમ દિવસે પોથીયાત્રા અને ઉદ્ઘાટન: તા. 22 ઓગસ્ટે સાંજે 4 વાગ્યે સ્વામિનારાયણ મુખ્ય મંદિરથી પોથીયાત્રા નીકળશે. ત્યારબાદ સાંજે નૂતન મંદિર અને નૂતન સભાગૃહનું ઉદ્ઘાટન થશે. દીપ પ્રાગટય અને મંગલ પ્રવચન બાદ રાત્રે કથાનો પ્રારંભ થશે.
- Advertisement -
બીજા દિવસે મહા યજ્ઞ અને છપ્પન ભોગ: તા. 23 ઓગસ્ટે સવારે છપ્પન ભોગ તથા અન્નકુટ દર્શન કરાવવામાં આવશે. ત્યારબાદ 108 કુંડી મહા મારૂતિ યજ્ઞ યોજાશે.
ત્રીજા અને ચોથા દિવસે પૂજન-પાઠ: તા. 24 ઓગસ્ટે ઘનશ્યામ મહારાજનું રાજોપચાર પૂજન, જ્યારે તા. 25 ઓગસ્ટે બાલાજી દાદાનું રાજોપચાર પૂજન તથા સાંજે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.
અંતિમ દિવસે કથા પૂર્ણાહુતિ: તા. 26 ઓગસ્ટે આચાર્યશ્રીના આગમન સાથે કથા પૂર્ણાહુતિ થશે. આ દિવસે ‘રાજદુર્ગે રંગરેલ’ પુસ્તકનું વિમોચન પણ થશે.કથા શ્રવણનો સમય દરરોજ રાત્રે 8 થી 11 રહેશે. કથા વિરામ બાદ અલ્પાહારની પણ વ્યવસ્થા રહેશે. સમગ્ર મહોત્સવનું લાઈવ પ્રસારણ સદવિધા ટીવી, સ્વામિનારાયણ ઢજ્ઞીઝીબય ચેનલ તથા સાળંગપુર ઢજ્ઞીઝીબય ચેનલ પર નિહાળી શકાશે.
મહોત્સવના
મુખ્ય કાર્યક્રમો (તારીખવાર)
હ 22 ઓગસ્ટ – પોથીયાત્રા, નૂતન મંદિર-સભાગૃહ ઉદ્ઘાટન, દીપ પ્રાગટય, કથા પ્રારંભ
હ 23 ઓગસ્ટ – છપ્પન ભોગ-અન્નકુટ દર્શન, 108 કુંડી મહામારૂતિ યજ્ઞ
હ 24 ઓગસ્ટ – ઘનશ્યામ મહારાજનું રાજોપચાર પૂજન
હ 25 ઓગસ્ટ – બાલાજી દાદાનું રાજોપચાર પૂજન, સુંદરકાંડ પાઠ
હ 26 ઓગસ્ટ – આચાર્યશ્રી આગમન, પુસ્તક વિમોચન, કથા પૂર્ણાહુતિ



