સરકાર માન્ય કોર્ષ GDA(નર્સિંગ), DMLT, X-Ray ટેક્નિશિયન, OT ટેક્નિશિયન અને EMT કાર્યરત થયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
પંચનાથ મંદિરના કેમ્પસ માં જ નવું પેરામેડિકલ શિક્ષણ સંસ્થા શરૂ થવા જઈરહ્યું છે ! જેમાં ધોરણ 12 પાસ કર્યા પછી ના તેમ જ ગ્રેજયુએશન પછી થતા પેરામેડીકલ કોર્ષ શરુ થશે. જેથી કરીને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું પણ મેડીકલ ક્ષેત્રે કારકિર્દી આગળ વધારવાનું સ્વપ્ન પૂરું થઇ શકશે. શ્રી પંચનાથ પેરા મેડીકલ ટ્રસ્ટ નામની નવી પેરામેડિકલ શિક્ષણનો હેતુ યુવા પેઢીને ઉચ્ચ ગુણવત્તાનું મેડીકલ શિક્ષણ આપીને આરોગ્ય ક્ષેત્રમાં નિપુણ બનાવવાનો છે.
- Advertisement -
આજના સ્પર્ધાત્મક યુગમાં ધોરણ 12 અથવા ગ્રેજ્યુએશન બાદ રોજગાર લક્ષી પેરા મેડીકલ કોર્સ માં જોડાઈને કારકિર્દી ને નવી ઉંચાઈ અને સમાજ માં ઓળખ મળી શકે તે પ્રકારના અહી શ્રેષ્ઠ અભ્યાસક્રમો છે. શ્રી પંચનાથ ટ્રસ્ટની પોતાની જ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ છે તો જે વિદ્યાર્થીઓએ અહી એડ્મીસન મેળવેલ હશે તે વિદ્યાર્થીઓને મેડીકલ શિક્ષણનો પ્રેક્ટીકલી અનુભવ મળી રહેશે અને લાઇવ સમજુતી નિહાળી તેઓ આસાનીથી અભ્યાસક્રમ ને સમજી શકશે. તમામ કોર્સ અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા થીયરી તેમ જ અતિ આધુનિક, મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આધુનિક સાધનો અને ઉપકરણોથી સજ્જ એવી અદ્યતન લેબોરેટરી, ઈમરજન્સી, ICU, OT માં 100% પ્રેક્ટીકલ કરાવામાં આવશે. રાજકોટની એક માત્ર સંસ્થા પંચનાથ ટ્રસ્ટ કે જ્યાં લગભગ 33% જેટલા રાહત દરે પેરા મેડીકલ કોર્ષ નું સંપૂર્ણ શિક્ષણ આપવામાં આવશે. જેથી ઉલ્લેખનીય બાબત છે કે કોર્ષની જે ફી નક્કી કરેલ છે તે રકમ શિક્ષણ મેળવ્યા બાદ વિદ્યાર્થી લગભગ 6 જ મહિનામાં મેડિકલ ક્ષેત્રે અન્ય કોઇ પણ જગ્યાએ નોકરી કરીને મેળવી શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ની માન્યતા પ્રાપ્ત ઉખકઝ ડીપ્લોમાં ઇન મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી કોર્સ (ઇજઈ પાસ કર્યા પછી) કરાવવામાં આવશે તેમજ ફક્ત ધોરણ 12 પાસ કર્યા પછી થતા પેરામેડીકલ કોર્ષ જેમ કે,
(1) DMLT – BSC પાસ કર્યા પછી 1 વર્ષ નો કોર્ષ- ફી : છત.30,000 /-
(2) X-Ray-ટેકનીશીયન – ધોરણ 12 પાસ કર્યા પછી 1 વર્ષ નો કોર્ષ – ફી : છત.20,000 /-
(3) GDA – જનરલ ડ્યુટી આસીસ્ટન્ટ (નર્સિંગ કોર્ષ – ધોરણ 12 પાસ કર્યા પછી 1 વર્ષ) ફી : Rs.20,000 /-
(4) OT ટેક્નીશીયન – ધોરણ 12 પાસ કર્યા પછી 1 વર્ષ નો કોર્ષ – ફી : છત.20,000/-
(5) EMT – ઈમરજન્સી મેડીકલ ટેકનીશીયન – ધોરણ 12 પાસ કર્યા પછી 1 વર્ષ નો કોર્ષ- ફી : Rs.20,000/-
જે તમામ કોર્ષ NSDC – નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, GRAMIN SHIKSHA – ભારત સરકાર માન્યતા પ્રાપ્ત કરેલ કોર્ષ સર્ટીફકેટ તેમ જ UGC approved યુનિવર્સીટી દ્વારા તમામ કોર્ષ કરાવવામાં આવશે. આ સિવાય બહારગામથી અભ્યાસ કરવા આવતા વિધ્યાર્થિઓ માટે અહીં નજીકમા જ હોસ્ટેલની સુવિધા પણ પૂરી પાડવામા આવશે. જેમા વિધ્યાર્થિઓને સવારનો નાસ્તો, 2 ટાઇમ જમવાનું અને રહેવાનું સહિત જરૂરી એવી તમામ સવલતો આપવામા આવશે.
- Advertisement -
શ્રી પંચનાથ પેરામેડિકલ ઇન્સ્ટીટ્યૂટનો ઉદ્દેશ્ય છે કે, વિદ્યાર્થીઓને અનેક ઉચ્ચ પ્રોફેશનલ સંદર્ભો અને રોજગારના મોકાઓ પ્રદાન કરવાનો છે તેમ જ કેરિયરલક્ષી પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવાનો.જેથી કરીને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ જઈ પોતાની રોજગારી મેળવી મેડીકલ ક્ષેત્રે ઉજ્વળ ભવિષ્ય બનાવી શકે.
શ્રી પંચનાથ પેરામેડિકલ ઇનસ્ટીટ્યુટમાં અનુભવી અને નિષ્ણાંત એવા ડો. નિશાંત કુર્મી (ઇ.ઇં.ખ.જ) ને પ્રિન્સિપલ તરીકે નીમવામાં આવેલ છે. જેઓ કોલેજમાં અભ્યાસને લગતી તમામ જવાબદારીઓ કુશળતાપૂર્વક નિભાવશે.
પેરામેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા અને ભવિષ્યને ઉજ્જવળ બનાવવા ઈચ્છુક તમામ વિદ્યાર્થીઓના વાલીઓ સંસ્થામાં જોડાવા માટે શ્રી પંચનાથ મંદિરની ઓફીસ ખાતે રૂબરૂ મળે તથા મો. 82004 33234 પર સંપર્ક કરે.