ખાસ-ખબર સંવાદદાતા
પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને દેશ વિદેશથી શ્રદ્ધાળુ આવી રહ્યા છે.
શ્રદ્ધાળુઓની સુખાકારી માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ બારીક વ્યવસ્થાઓ પણ સુચારું રૂપે ચાલે તેની તકેદારી રાખવામાં આવી છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ શોપિંગ સેન્ટર અને પથિક આશ્રમની મધ્યમાં આવનાર ભક્તો માટે પાણીનું પરબ તેમજ ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયના પાસ વિતરણ માટે સુવિધા કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા રીબીન કાપીને આ સુવિધા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી પરમાર સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વિધિવત પૂજન સાથે પાણીનું પરબ અને ભોજન પાસ કાઉન્ટર ખુલ્લા મુકવામાં આવ્યા હતા.આ તકે સોમનાથ ટ્રસ્ટના વિજયસિંહ ચાવડા, પોલીસ તંત્ર તરફથી ડિવિઝન ડી.વાય.એસ.પી ખેંગાર, તેમજ સામાજિક અગ્રણી જીતુભાઈ કુહાડા, સોમનાથ ટ્રસ્ટ પરિવાર, પોલીસ અધિકારીઓ સહિત સોમનાથ આવનારા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.