ખાસ-ખબર સંવાદદાતા
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર ભાઈ મોદીના આહવાનને અનુસરીને સમગ્ર વિશ્વમાં 2023 ના વર્ષને મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે સોમનાથ તીર્થમાં આવતા યાત્રીઓને પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાડા અનાજની વાનગીઓ સમગ્ર સપ્તાહ દરમિયાન પીરસવામાં આવી રહી છે.
સોમનાથ ટ્રસ્ટના નિ:શુલ્ક ભોજનાલયમાં પ્રતિદિન હજારો શ્રદ્ધાળુ ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે ત્યતે મિલેટ મહોત્સવ અંતર્ગત ભોજનાલયમાં એક સપ્તાહ સુધી જાડા અનાજની વાનગીઓ શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદમાં પીરસવામાં આવશે. આ કાર્યક્રમનો પ્રારંભ ગીર સોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જ.ેડી. પરમારના હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અને સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.મિલેટ મહોત્સવના પ્રથમ દિવસે 1500 થી વધુ લોકોએ સોમનાથ મહાદેવનો જાડા અનાજથી બનેલ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર સપ્તાહ દરમિયાન જુદાજુદા જાડા અનાજ દ્વારા બનેલ ભોજન શ્રદ્ધાળુઓને સાંજના સમયે પીરસવામાં આવશે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાયો મિલેટ મહોત્સવનો પ્રારંભ
