ક્રાઈમ રેટ ઘટાડવા રાજ્યના તમામ ઊચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મનોમંથન
રાજકોટ CP કચેરીએ ગાર્ડ ઑફ ઑનર આપી ભવ્ય સ્વાગત કરાયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની હાજરીમાં રાજકોટમાં પ્રથમ વખત આજે ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો સવારે પોલીસ કમિશનર કચેરી ખાતે રાજ્ય પોલીસવડાનું ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ પુષ્પગુચ્છ આપી વિકાસ સહાયનું સ્વાગત કર્યું હતું આ ક્રાઇમ કોન્ફરન્સમાં નવ રેન્જ આઈજી, ચાર સીપી, સીઆઇડી, એટીએસ, લો એન્ડ ઓર્ડરના વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વિચારોની આપ લે કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેમ સુદ્રઢ બનાવવી તે અંગે એક્શન પ્લાન ઘડાયો હતો. રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં સમયાંતરે ક્રાઈમ કોન્ફરન્સ યોજી ક્રાઈમ રેટ ઘટાડવા સહિતની બાબતો પર ચર્ચા કરી અધિકારીઓ દ્વારા પોતાના વિચારો રજુ કરવામાં આવતાં હોય છે અગાઉ રાજકોટમાં બે વખત તારીખ નક્કી થયા બાદ રદ કરાયેલી ક્રાઇમ કોન્ફરન્સનો રાજકોટમાં સૌ પ્રથમવાર સીપી કચેરીએ પ્રારંભ થયો હતો આ ક્રાઈમ કોન્ફરન્સમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, જૂનાગઢ, કચ્છ બોર્ડર અને પશ્ર્ચિમ રેલ્વે રેન્જના આઈજી તેમજ રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરાના પોલીસ કમિશ્નર હાજર રહ્યા હતા ઉતરાંત સીઆઇડી, એટીએસ, લો એન્ડ ઓર્ડર અને ઇન્કવાયરીના વડા પણ ક્રાઈમ કોન્ફરન્સમાં જોડાયા છે રાજ્ય પોલીસ વડાના અધ્યક્ષતામાં મળેલ કોન્ફરન્સમાં મિલકત-શરીર સંબંધી ગુનાઓના ડિટેક્શન, આર્થીક ભીંસમાં ફસાયેલા લોકો આપઘાત કરવા તરફ ન પ્રેરાઈ તે માટે લોન મેળા, તેમજ વ્યાજંકવાદ વિરૂદ્ધ લોક દરબાર, ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી સહિતના મુદ્દાઓ પર ચિંતન કરી સૂચનો મેળવવામાં આવ્યા હતા.
ઉપરાંત રાજય પોલીસ વડા વિકાસ સહાય અધિકારીઓ પાસેથી ક્રાઈમ રેટ ઘટાડવા સૂચનો શું થઈ શકે તેવા સૂચનો પણ માંગ્યા હતા રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સહિત રાજકોટ એસપી હિમકરસિંહ તેમજ મોરબી, જામનગર, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકાના એસપી પણ હાજર રહેશે.
9 IG, 4 CP, CID સહિતના અધિકારીઓ સાથે વિચારોની આપ-લે કરી રાજ્યને સુરક્ષિત કરવાં ઘડાશે એક્શન પ્લાન