૫૪મી વાર્ષિક સામાન્ય સભામાં પંચશીલ કો.ઓ.હા.સોસાયટી લી.ના પ્રમુખપદે સુરેન્દ્રસિંહજીવાળાની સતાવાર નિમણુંક. અત્રે ગોંડલ રોડ ખાતે આવેલ રાજકોટની વર્ષો જૂની પંચશીલ કો.ઓ.હા. સોસાયટી લી.ની તાજેતરમાં સામાન્ય સભા મળેલ. આ સામાન્ય સભા સમારોહમાં તે જ વોર્ડના કોર્પોરેટર તથા રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહજી વાળાની સતાવાર નિમણુંક થયેલ.

- Advertisement -
જેને સૌ સભ્યો એ વધાવી લીધેલ. વધુમાં, પંચશીલ કો.ઓ.હા. સોસાયટીના પ્રમુખ તરીકે હોનહાર આગેવાન સુરેન્દ્રસિંહજી વાળાની નિમણુંક થતા, હવે વધુને વધુ વિકાસ કાર્ય થશે. જેઓ વર્ષોથી સેવા આપી રહ્યા છે.
ઓફીસ ઉદઘાટન પ્રસંગે સર્વ રાજકોટના યુવા મેયર ડૉ.પ્રદિપભાઈ ડવ, ગુજરાત મ્યુ.ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ભાજપ પ્રદેશ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારસભ્ય ગોવિંદભાઇ પટેલ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટે.કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, કોર્પોરેટર વોર્ડ નં.૧૩ નિતીનભાઈ રામાણી, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા સહીત તમામ આગેવાન ઉપસ્થિત રહેલ સુરેન્દ્રસિંહજી વાળાને વધાવી અભિનંદન પાઠવેલ હતા.

- Advertisement -
સાથે પંચશીલ કો.ઓ.હા.સોસાયટીના અન્ય હોદેદારો જેસંગભાઇ ઘ્રાંગા, મંત્રી તરીકે કાનજીભાઈ ડાંગર અને દામજીભાઈ નાકરાણી, સી.ઈ.ઓ. તરીકે યોગીરાજસિંહ જાડેજા, પી.આર.ઓ. તરીકે પ્રવિણસિંહ જાડેજા, નાથાભાઈ ડોબરીયા, કારોબારી સભ્યો પરબતભાઇ ભેટારીયા, રાજેશભાઈ આહિયા, બાબુભાઈ પટેલ, જયેશભાઈ મહેમદાબાદીયા સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી.

પ્રમુખ સુરેન્દ્રસિંહજી વાળાએ સ્વાગત પ્રવચનમાં જણાવેલ કે, પદગ્રહણ કર્યા બાદ પંચશીલ કો.ઓ.હા.સોસાયટીને વધુ ને વધુ વિકાસ તેમજ નાના મોટા કામ સાથે શહેરમાં મોડેલ બનાવવા નેમ સાથે વચન આપેલ.
સંચાલન યોગરાજસિંહ જાડેજા અને આભારવિધિ જેસંગભાઇ ઘ્રાંગાએ કરેલ.


