3 IPS અધિકારીઓ સહિત સેંકડો પોલીસકર્મીઓ સંક્રમિત
કોલકાતા પોલીસ ફોર્સમાં ત્રણ IPS અધિકારીઓ સહિત 38 નવા પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. આ સાથે 121 સંક્રમિતોમાં 11 આઈપીએસ અધિકારીઓનો સમાવેશ થાય છે. બીજી તરફ જો પશ્ચિમ બંગાળ પોલીસમાં કામ કરતા પોલીસકર્મીઓની વાત કરીએ તો મંગળવાર સુધીમાં કુલ 76 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.
દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન થયું હોય તેવું સામે આવી રહ્યું છે. દેશના વિવિધ રાજ્યોમાં કોરોના મહામારીથી સંક્રમિત કેસોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં કોરોના ચેપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. મોટી સંખ્યામાં ડોકટરો, આરોગ્ય કર્મચારીઓ અને પોલીસકર્મીઓ સંક્રમિત થયાના અહેવાલો છે. હવે બંગાળમાં ઈઇઈંના 13 અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હોવાના અહેવાલ છે. કોલકાતાના નિઝામ પેલેસ અને સોલ્ટ લેકમાં સીબીઆઈ ઓફિસમાં 13 સીબીઆઈ અધિકારીઓ સંક્રમિત થયા છે. માત્ર 40 ટકા સ્ટાફ સાથે કામ થઈ રહ્યું છે. જ્યારે કોલકાતા પોલીસના 100 થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત હોવાના અહેવાલ છે. મંગળવારે રાજ્યમાં કોરોનાના 9073 નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી માત્ર કોલકાતામાં 4753 કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. મંગળવારે કોલકાતામાં પોલીસ વિભાગમાં વધુ 38 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.
- Advertisement -
આવી સ્થિતિમાં કોલકાતા પોલીસમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 121 પર પહોંચી ગઈ છે. સોમવારે તેમની સંખ્યા 83 હતી.