તા. 11ના રોજ વોર્ડ નં. 17માં યોજનાકિય કેમ્પ યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની આઠ મહાનગરપાલિકામાં બીજા તબક્કામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરી સરકારની યોજના દ્વારા છેવાડાના પ્રત્યેક માનવી સુધી આ યોજનાઓના લાભ પહોંચાડવા જણાવ્યું છે. જેના અનુસંધાનમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું તા. 6-2થી તા. 25-2 સુધી આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગઈકાલે ડો. ઝાકિર હુસેન પ્રાથમિક શાળા, રૈયાધાર ખાતેથી જ્યારે બપોર બાદ 3-30 કલાકે વોર્ડ નં. 1, આર.એમ.સી. શાળા નં. 89, રૈયા ગામ ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ મેયર નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. વોર્ડ નં. 1માં યોજાયેલા બંને યોજનાકીય કેમ્પમાં સરકારની જનહિતની વિવિધ યોજનાઓનો કુલ 2706 લાભાર્થીઓએ લાભ લીધેલ હતો. જેમાં વોર્ડ નં. 1 ડો. ઝાકિર હુસેન પ્રાથમિક શાળા, રૈયાધાર ખાતેના કેમ્પમાં 1362 લોકોને અને વોર્ડ નં. 1 ડો. ઝાકિર હુસેન પ્રાથમિક શાળા, રૈયાધાર ખાતેના કેમ્પમાં 1344 નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત થયો હતો. તા. 11ના વોર્ડ નં. 17માં આ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર અલ્પેશભાઈ મોરજરીયા, હિરેનભાઈ ખીમાણીયા, દુર્ગાબા જાડેજા, વોર્ડ નં. 1ના પ્રભારી કાથડભાઈ ડાંગર, પ્રમુખ કાનાભાઈ ખાણધર, મહામંત્રી નાગજીભાઈ વરૂ, ગૌરવભાઈ મહેતા, શહેર બક્ષીપંચ પ્રમુખ લલિતભાઈ વાડોલીયા સહિત રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં. 1માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રૂટ બંસીધર પાર્ક વિસ્તારમાં નીકળી હતી. યોજનાકીય કેમ્પમાં કુલ 1600થી વધુ લાભાર્થીઓ હાજર રહેલ હતાં. વિવિધ યોજના વાઈઝ લાભ લીધો હતો. લાભાર્થીની વિગત જોઈએ તો આધારકાર્ડ-72, રાશન કાર્ડ-46, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-48, પ્રધાનમંત્રી ઉજાલા યોજના-51, સ્ટાર્ટઅપ ઇન્ડિયા-15, પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા યોજના-80, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના-2, વૃદ્ધ નિરાધાર સહાય-4, વિધવા સહાય યોજના-25, આવકનો દાખલો-68, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર-3, આયુષ્માન પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના-136, પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના-118, હેલ્થ વેલનેસ કાર્ડ-438, પી. એમ. સ્વનિધિ યોજના-19, પી.એમ. ઇ-બસ સેવા-5, પ્રધાનમંત્રી આવાસ યોજના-25, આઈ.સી.ડી.એસ.-12, દિવ્યાંગ-5,જન ધન યોજના-7,સમાજ સુરક્ષા-5, આભાકાર્ડ-178 એમ મળી કુલ-1362 જેટલાં લાભાર્થીઓએ લાભ લીધેલા હતો. આમ વોર્ડ નં.01 યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને યોજનાકિય કેમ્પનો કુલ 2706 લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધેલ હતો. આગામી તા. 11ના રોજ સવારે 9-30 કલાકથી બપોરના 1-30 કલાક સુધી વોર્ડ નં. 17માં વિશ્ર્વામિત્ર પે સેન્ટર શાળા નં. 52, 2-રઘુવીર સોસા., સહકાર મેઈન રોડ ખાતે તેમજ બપોરના 3-30 કલાકથી સાંજના 7-00 કલાક સુધી વોર્ડ નં. 17માં શ્રી સમ્રાટ અશોક પ્રા.શાળા નં. 49-બી, અયોધ્યા સોસા., બાબરીયા મેઈન રોડ ખાતે યોજાનાર છે.
વોર્ડ નં.1માં બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને યોજનાકીય કેમ્પ યોજાયો
