મ્યુનિ. કમિશનરના આદેશ બાદ મનપાનું સઘન ચેકીંગ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં બનાવવામાં આવેલ વિવિધ આવાસ યોજનાઓમાં ખાલી રહેલા આવાસમાં ગેરકાયદેસર કબજો કરેલ આવાસોમાં રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરી વૃંદાવન પાછળ આવેલ વામ્બે આવાસ યોજના અને પુષ્કરધામ મેઈન રોડ પર આવેલ BSVP-1 આવાસ યોજનામાં કુલ 69 આવાસો રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના છે જેમાં 41 આવાસોમાં તાળા તૂટેલા અને અમુક આવાસમાં દરવાજાના નકુચા પણ તૂટેલા મળી આવ્યા છે. જે તમામ આવાસોમાં રાજકોટ મહાનગરપાલિકાના તાળા લગાવી દેવામાં આવ્યા છે. હાલ શહેરની જુદીજુદી આવાસોમાં ચકાસણી કામગીરી ચાલી રહી છે. આવાસ યોજનામાં ગેરકાયદેસર કબજો કરી રહેતા આસામીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જે દરમ્યાન વામ્બે આવાસ યોજના ખાતે કુલ 23 આવાસ કોર્પોરેશન હસ્તકના છે જેમાંથી 11 આવાસ કબજાવાળા મળેલ તેમજ BSVP-1 આવાસ યોજના ખાતે 46 આવાસ કોર્પોરેશન હસ્તકના છે જેમાંથી 30 આવાસ કબજાવાળા માલુમ પડતા તમામ કબજો કરેલ આવાસમાં સામાન સાથે રાજકોટ મહાનગરપાલિકાના તાળા લગાવી આપવામાં આવ્યા છે.


