નગર સેવકનું ઉપવાસ આંદોલન: ચીફ ઓફિસર રાજકીય ઇશારે કામ કરે
ખાસ-ખબર સંવાદદાતા
વંથલી નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાન ભૂમિના કૂવામાં પીવાલાયક પાણી ન હોય નજીકના મુસ્લિમ ખેડૂત દ્વારા પોતાના કૂવામાંથી મફત પાણી સ્મશાનમાં અપાતું હતું.જે પાણી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બંધ કરાવી દેવાતાં વંથલીના નગરસેવક મયુર ટીલવા દ્વારા અન્નજળના ત્યાગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરતાં ચકચાર મચી જવા પામી છે. વિવાદોનું કેન્દ્ર બિંદુ એવી વંથલી નગરપાલિકા એક પછી એક વિવાદોમાં ઘેરાયેલી રહેતી હોય છે.ત્યારે સ્મશાનમાં પાણી મુદ્દે વિવાદ સર્જાતા નગરસેવકે ઉપવાસ પર ઉતરી ચીફ ઓફિસર રાજકીય ઇશારે કામ કરતા હોવાના આક્ષેપ કર્યા છે.
- Advertisement -
આ અંગે ચીફ ઓફિસર મયૂર જોષીએ આ આક્ષેપોને પાયાવિહીન ગણાવી અમુક નગરસેવકના પોતાના ખોટા કામમાં હું સહકાર ન આપતો હોય માનસિક પરેશાન કરવામાં આવે છે.સ્મશાનમાં જે મીઠું પાણી નગરસેવકના ખેતરમાંથી આપવામાં આવે છે,તેની બાજુમાં જ નગરપાલિકાનો કૂવો આવેલ છે અને તેથી મેં પાણી આપવાની ના પાડી છે. તેમજ ટૂંક સમયમાં જ ત્યાં આરઓ પ્લાન્ટની વ્યવસ્થા કરવામા આવશે.તેમજ કોંગ્રેસના સભ્યો દ્વારા ચૂંટણીપંચમાં મારી સામે બોગસ વોટીંગ કરાવશે.તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.મેં કલેક્ટર તેમજ ચૂંટણીપંચમાં રદિયો આપી હું કોઈ આવી ગેરપ્રવૃતી સાથે સંકળાયેલ નથી.તેવો જવાબ પણ આપેલ છે.પેલા ઇવીએમ અને હવે આવા લોકો સરકારી કર્મચારી સામે આક્ષેપ કરી રહ્યાં છે. ખોટા આંદોલન કરી પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને મારી બદલી કરાવવા માટે જ આ લોકો આવા હીન કૃત્યો કરી રહ્યા છે.