ATSએ રાત્રે દરોડો પાડી 500 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું
ખાસ-ખબર સંવાદદાતા
સંસ્કાર નગરી વડોદરાને ફરી એક વાર ડ્રગ્સનું લાંછન લાગ્યું છે. હજી બે મહિના પહેલાં જ સાવલીના મોક્ષી ગામેથી 1000 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. ત્યાં હવે શહેરને અડીને આવેલા સિંઘરોટ ગામના ખેતરમાંથી 500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. વેબસિરિઝ ’નાર્કોઝ’ની જેમ ખેતરમાં ભેંસના તબેલાની આડમાં ડ્રગ્સનું પ્રોડક્શન હાઉસ ધમધમતું હતું. રાત્રિના અંધકારમાં દરોડો પાડીને અઝજએ ડ્રગ્સને ઝડપી લીધું છે. આ મામલે પાંચ શખ્સોની અટકાયત કરી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના છેવાડે આવેલા સિંધરોટ ગામના એક જાણીતા ફાર્મ હાઉસની પાછળ ખેતરમાં આવેલા પતરના શેડમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું છે તેવી બાતમી અમદાવાદ અઝજને મળી હતી. જેના આધારે ગત રાત્રે અઝજ દ્વારા દરોડો પાડી ખેતરમાં પતરાના શેડમાં ચાલતી ફેક્ટરીને ઝડપી લેવામાં આવી છે. અઝજ દ્વારા જપ્ત કરવામાં આવેલ ડ્રગ્સ અને તેના મિટિરિયલની કિંમત અંદાજે 500 કરોડ રૂપિયાની હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. તેમજ અહીંથી અમદાવાદ, સુરત અને કચ્છમાં જથ્થો લાવવામાં તથા લઇ જવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. સિંઘરોટ ગામના છેડે ખેતરમાં જ શંકાસ્પદ ખઉ ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. આ માટે આરોપીઓએ કોઇને શંકા ન જાય તે માટે ભેંસનો તબેલો બનાવ્યો હતો અને ત્યાં ઘાસચારો રાખવા માટે શેડ બનાવ્યો હોય તેવી તરકીબ અજમાવી હતી. જેથી ગામના લોકોને પણ આ પ્રવૃત્તિ પર શંકા ન જાય.
અઝજ દ્વારા દરોડા સમયે ત્રણ વ્યક્તિની અટકાયત કરી લેવામાં આવી હતી. તેમજ તેમની પૂછપરછને આધારે અન્ય બે વ્યક્તિઓને પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે. તેમજ આ ડ્રગ્સ માટેનું મટિરિયલ તેઓ ક્યાંથી લાવતા અને કોને સપ્લાય કરવામાં આવતું તેની તપાસ કરવામાં આવી રહી છે.
- Advertisement -
ઘણા દિવસ સુધી ATSની ટીમે વોચ રાખી હતી
ગુજરાતમાં ખઉ ડ્રગ્સના વધી રહેલા વ્યાપને બિઝનેસ બનાવનારી એક કંપની ગુજરાતની હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. ગુજરાત અઝજને બાતમી મળી હતી કે, વડોદરા નજીક આવેલા સાવલી પાસે એક ફેક્ટરીમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે, જેથી ઘણા દિવસોથી આ ફેક્ટરીની આસપાસ વોચ રાખીને તપાસ કરતા તેઓને સચોટ માહિતી મળી હતી કે, અંદર ડ્રગ્સ કે અન્ય કોઈ હાનિકારક વસ્તુ છે.
ડ્રગ્સ બનાવવા ક્યું મિટિરિયલ વપરાયું છે તે અંગેની ચકાસણી માટે ઋજકની ટીમ રાતથી જ ઘટનાસ્થળે તૈનાત છે. રાતથી ચાલી રહેલી આ કાર્યવાહી બપોર કે સાંજ સુધી ચાલે તેવી શક્યતા છે.
ડ્રગ્સ મુંબઈ અને ગોવા મોકલવામાં આવતું હતું
15 ઓગસ્ટે ગુજરાત અઝજ અને વડોદરા જઘૠ દ્વારા સાવલીની આ ફેક્ટરીમાં રેડ કરીને તપાસ કરતા ત્યાંથી એક બે નહીં 200 કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત 1125 કરોડ જેટલી થતી હતી. આ ડ્રગ્સ મુંબઈ અને ગોવા મોકલવામાં આવતું હતું. અગાઉ પણ એક વખત આ ડ્રગ્સ ગયું હોવાની અઝજને શંકા છે. અઝજના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ફેક્ટરીમાં કેમિકલ પ્રોસેસ કરીને ખઉ ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. જે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સપ્લાય થતું હતું.