વૃદ્ધની હત્યા કરનાર 5 આરોપીની પોલીસે ધરપકડ કરી
ખાસ-ખબર ન્યૂઝ ઉના
- Advertisement -
ઉનાના વાંસોજ ગામમાં ખોડીયાર મંદિર પાસે ગત 1 ઓગસ્ટના રોજ એક રહેણાક મકાનમાં ફળીયામાં લોહીલુહાણ હાલતમાં ખાટલામાં એક માણસ સૂતેલી અવસ્થામાં પડેલો છે. જેની જાણ પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંથી અને તપાસ કરતાં ખાટલામાં સુતેલ મસરીભાઈ ઉર્ફે ઘેલાભાઈ કાનભાઈ શિયાળ (ઉં.વ.60)નું કોઇ અજાણ્યા શખસોએ રાત્રિના સમયે માથાના તથા કપાળના ભાગે ઘાતક હથિયારથી ગંભીર જીવલેણ ઇજાઓ કરી મોત નીપજાવ્યું હતું. મૃતદેહને કબજે કરી ઉના સરકારી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે ખસેડી મરણજનારના પુત્ર રણછોડ મસરી ઉર્ફે ઘેલાભાઈ શિયાળની ફરિયાદ આધારે નવાબંદર મરીન પોલીસે ગુન્હો નોંધી તપાસ કરી હતી.
આ હત્યાનો ભેદ ઉકેલવા ગીર સોમનાથ જિલ્લાભરની પોલીસને જુનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાએ હત્યાનાં આરોપીને પકડી પાડવા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાસ્થળે ડોગ સ્કવોડ દ્વારા તપાસ ધમધમતી કરાવી સી.સી.ટી.વી ફુટેજ, ટેકનીકલ રીસોર્સ તેમજ હ્યુમન રીસોર્સથી માહિતી એકત્ર કરી અલગ-અલગ દિશાઓમાં તપાસ કરી હતી. સાથે જ મરણજનાર સાથે સંપર્ક ધરાવતા તેમજ અન્ય શકમંદ શખસોને પોલીસે રાઉન્ડ અપ કરી તેઓની ઉંડાણપૂર્વક યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જે બાદ સાંયોગિક પુરાવાઓ એકત્ર કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આ અંગેની તપાસ ડોગ સ્કવોડ અને સી.સી. ટી.વી ફૂટેજ અને ટેકનીકલ રીસોર્સ, હ્યુમન રીસોર્સથી માહિતી એકત્ર કરી તપાસ હાથ ધરતાં મહિલા સહિત પાંચ વ્યક્તિઓને ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી છે.