છ મહિનામાં તેણે મારા લાખો રૂપિયા પડાવી લીધા, એક સ્ત્રી તરફ આકર્ષાઇને ઘણું ગુમાવ્યું
– મેધા પંડ્યા ભટ્ટ
રવિની વાત પહેલા જાણીને મને વધારે નવાઇ ન લાગી કારણકે હું એક વાત તો સમજું છું કે કોઇપણ સ્ત્રીને મેળવવા માટે કોઇપણ યુવક કે પુરુષ તેની પાછળ પૈસા ખર્ચી જ નાખતો હોય છે. જોકે તેની આખી ઘટના સાંભળ્યા પછી મને થયું કે એક બિઝનેસમેન કેવી રીતે આટલું મોટું નુકસાન કરી શકે. કહેવાય છે ને સ્ત્રીના મોહ અને તેના આંસુથી તો સતયુગમાં પણ કોઇ બચી નથી શક્યું તો પછી આ તો કલયુગ છે. તો રવિની વાત જાણીયે કે કઇ રીતે તે સોશિયલ મીડિયામાં એક સ્ત્રીના હાથનો શિકાર બની ગયો.
હું અને રવિ ટીંડર એપ પર ભેગા થયા. સ્વભાવે શાંત પણ વાતચિત કર્યા પછી મન ખોલીને જીવનારો વ્યક્તિ છે. તેની સાથે પહેલી મુલાકાત થઇ ત્યારે તેણે તો મને થોડા સમયની વાતચિત બાદ પૂછી જ લીધુ કે તું મારી ખાસ દોસ્ત બનીશ ને.? મને હસવું આવી ગયું અને પછી મેં એને ડેટીંગ એપ પર હું સ્ટોરીના રીસર્ચ માટે છું તેવું જણાવ્યું તો તેને નવાઇ લાગી. આખી વાત સાંભળ્યા પછી તે ખૂબ ખુશ થયો અને તેણે મને તેના જીવનની ઘણીબધી વાતો શેર કરી. તેની જૂની ગર્લફ્રેન્ડની વાતો કરી અને સાથે જ કઇ રીતે તે આ ડેટીંગ એપથી એક સ્ત્રીના પ્રેમમાં પડ્યો અને માનસિક અને આર્થિક રીતે પાયમાલ થયો તે પણ જણાવ્યું. રવિ એકદમથી કોઇપણ સ્ત્રીથી પ્રભાવિત થઇ જાય તેવો વ્યક્તિ મને લાગ્યો. લાગણીની કે કોઇ એવા ખૂણાની તેને જરૂર હતી કે જે તેની વાતોને સમજે અને સાંભળે. તેની સાથેની મુલાકાત પછી પણ અમે ફોન અને મેસેજથી સતત સંપર્કમાં રહ્યા છીએ. તેને જીવનમાં એક સાચા સ્ત્રી મિત્રની જરૂર છે, જેને તે તેની તકલીફો કહી શકે. હવે જાણીયે કે રવિ સાથે શું બન્યું. તે પણ રવિ પોતે જ કહેશે.
- Advertisement -
હું જલ્દીથી કોઇના પર પણ વિશ્વાસ કરી લઉં તેવો વ્યક્તિ છું. લાગણીશીલ છું. મારે કપડાંનો મોટો બિઝનેસ છે અને અમે ભાગીદારીમાં કાકા-દાદાના બધા સાથે બિઝનેસ સંભાળીએ છીએ. તેથી અમારા પૈસાની મોટાભાગની આવકની નોંધ મારા પિતા પાસે જ રહેતી હોય છે. ઘર ખર્ચ અને અન્ય ખર્ચાનો હિસાબ પિતા પાસે જ રહેતો હોય અને તેમના દ્વારા જ આજની તારીખમાં બધો વહિવટ થાય છે. હું સોનલને ડેટીંગ એપ પર મળ્યો. અમે બંને કોફી શોપમાં ભેગા થયા અને અડધો કલાકની અમારી મુલાકાતમાં હું તેનાથી ખૂબ પ્રભાવિત થઇ ગયો. અમે તે જ દિવસે લોંગ ડ્રાઇવ પર ગયા. મેં મારા કામ અંગે અને કુટુંબ અંગે તેને ખૂબ સહજતાથી વાતો કરી. તેણે પણ મને તેના પતિ અને બાળકો તેમજ તેના કામની વાતો કરી. સોનલને મેં ડેટીંગ એપ પર હોવાનું પૂછયું તો તેણે જણાવ્યું કે તે તેના પતિથી કંટાળી ગઇ છે. બાળકો હોવાના લીધે તે છૂટાછેડા લઇ શકે તેમ નથી. તેની વાતો સાંભળીને મને તેના માટે લાગણી થઇ. મેં તેને તરત કહ્યું કે મને કોઇ એવી સ્ત્રી જોઇએ છે, જે મારી સાથે જ જોડાઇને રહે. હું ફક્ત કોઇ એક સાથે જ બંધાઇને રહેવામાં માનું છું. ડેટીંગ એપ પર હું એક સાચી લાગણીશીલ વ્યક્તિને, મને પ્રેમ કરી શકે તેવી વ્યક્તિને શોધી રહ્યો છું. જો તે મારી સાથે જોડાયેલી રહેશે તો હું તેને કોઇ તકલીફ નહીં થવા દઉં.
અહીંથી જ મારી અને સોનલની લવસ્ટોરી શરૂ થઇ તેમ કહું તો ખોટું નથી. અમે બંને અઠવાડિયે એકવાર મળતા હતા. તેના પતિને પણ બિઝનેસ હતો તેથી તે અઠવાડિયે ત્રણ દિવસ ટૂર પર રહેતો હતો, તેવું તેણે મને કહ્યું હતું. તેથી હું અઠવાડિયે એકવાર તેના ઘરે તેને મળવા જઇ શકતો. સતત ફોન અને મેસેજથી અમે બંને સંપર્કમાં રહેતા. મને તેના માટે ઊંડી લાગણી થવા લાગી. તેની સાથે અઠવાડિયે એકવાર શરીર સંબંધ બંધાતો. તે ખરેખર ખૂબ જ સંતોષ આપનારી સ્ત્રી હતી. પુરુષને શું ગમે છે અને તેને કઇ રીતે પોતાની સાથે બાંધીને રાખવો તેનામાં તે આવડત હતી. હું જેમ જેમ તેની સાથે વધારે શારીરિક સંબંધથી જોડાતો ગયો, તેમ તેમ તેની તરફનું આકર્ષણ વધતું ગયું. મોટાભાગે પુરુષોને સ્ત્રીને અનેકવાર ભોગવ્યા પછી તેનામાં રસ રહેતો નથી પણ સોનલની વાત અલગ હતી. તે પુરુષને બાંધી રાખવામાં નિષ્ણાંત હતી. હું ઘણીવાર તેને અઠવાડિયે ત્રણવાર મળવા માટે કહેતો પણ તે હંમેશા તેના બીજા કામ હોય તેવું બહાનું કરતી.
બે મહિના બાદ અચાનક તેણે મારી પાસે ત્રીસ હજાર રૂપિયાની માંગણી કરી. મેં વધારે પૂછ્યું નહીં અને તેને આપી દીધા. થોડા દિવસ પછી અમે તેના ઘરે મળ્યા. શારીરિક સંબંધ બાંધ્યા બાદ તે અચાનક રડવા લાગી. તેના પતિને બિઝનેસમાં તકલીફ છે અને ઘરમાં પૈસા નથી આપતો, બાળકોની ફી ભરવાની છે તેમ જણાવ્યું. આ વખતે તેણે મારી પાસે સવા લાખ રૂપિયા માંગ્યા. તેણે મને પાછા આપવાની શરતે તે પૈસા લીધા. મેં તેને આપ્યા. હું અમારા સંબંધને લઇને ખૂબ સિરીયસ હતો એટલે પૈસા આપ્યા બાદ વધારે વિચારતો નહોતો. તેની જરૂરીયાત પૂરી કરવી એ મારી ફરજમાં આવે છે, તેમ માનતો હતો. સાથે જ તે દુખી ન થાય તેવું ઇચ્છતો હતો. તેને રડતી જોઇને મને ખૂબ દુખ થતું હતું. આવું એક બે વાર બન્યું અને મેં દરેક વખતે તેને નાની મોટી અમાઉન્ટની મદદ કરી. જોકે આ પૈસા હું મારા ધંધામાં ક્યાંક ને ક્યાંક એડજસ્ટ કરીને આપી રહ્યો હતો.
આ સમય દરમિયાન અમે નવું ઘર લીધુ હતું ત્યાં ફર્નિચરનું કામ શરૂ કરાવ્યું. મેં સોનલને આ વાત કરી હતી. તે વખતે મોટાભાગે બધા બીલ પાસ કરાવવા અને પૈસાનો બધો વહીવટ મારા પિતાએ મને સોંપ્યો હતો. હું મારી બધી વાત સોનલ સાથે કરતો હતો તેથી તેને મારા પૈસા વિશેની તમામ માહિતી હતી. આ વખતે પણ બીલમાં પૈસાનો વધારો કરીને મેં તેને મદદ કરી. મારા ઘરના ફર્નીચરનું કામ લગભગ બે મહિના ચાલ્યું અને આ સમય દમિયાન હું તેની સાથે વધારે સમય પસાર કરતો હતો. બિઝનેસમાં ઓફિસે ઓછું જતો અને ફર્નીચચરનું કામ ચાલી રહ્યું હોવાથી ત્યાં જવાનું કહીને સોનલને ત્યાં જતો. હવે હું અઠવાડિયામાં ત્રણ દિવસ ત્યાં જ જતો. સોનલ મારા માટે ખૂબ મહત્વની વ્યક્તિ બની ગઇ હતી. એકદિવસ તેણે મને કહ્યું કે તેના પતિએ જે ગાડી લીધી છે, તે તેના નામે લીધી છે અને હવે બેન્કના હપ્તા ભરવા માટે પૈસા આપતો નથી. તેથી ગાડી જતી રહેશે. વળી, એમ પણ કહ્યું કે તેનો પતિ તેને મારે પણ છે. ફરીથી તે મારી સામે ખૂબ રડી. હું તે જોઇ ન શક્યો અને મેં તેને છ મહિનાના પૈસા કેશમાં આપી દીધા. તે ખુશ થઇને મને ભેટ પડી. તે દિવસે તેણે મારી સાથે જે સંબંધ બાંધ્યો તે અદ્ભૂત હતો.
- Advertisement -
બે દિવસ બાદ અચાનક ઓફિસના કામથી મારે બેંગ્લોર જવાનું થયું તો મેં સોનલને કહ્યું કે હું એક અઠવાડિયું મળવા નહીં આવી શકું. તેને પણ વાંધો નહોતો. અમે ફોનથી સંપર્કમાં હંમેશા રહેતા જ હતા. તે આખુ અઠવાડિયું તેણે મને સંપર્ક ન કર્યો. હું આવ્યા પછી તેના ઘરે સીધો પહોંચ્યો તો તેના ઘરના પાર્કીંગમાં નવી ગાડી પડી હતી. અંદર જવા દરવાજો ખોલતો જ હતો ત્યાં મેં ઉપરની બાલ્કનીમાં તેના પતિને જોયો. આ સમયે તે ઘરે હશે તેની મને કલ્પના નહોતી. હું તરત દરવાજેથી દૂર થઇને બીજી તરફ ચાલવા લાગ્યો અને ઓફિસ જતો રહ્યો. મનમાં અનેક સવાલો હતા. સમજાતું નહોતું. સોનલ જે પ્રમાણે તેની તકલીફો મને જણાવી રહી હતી, તેવા સમયમાં નવી ગાડી લાવવી તેમના માટે શક્ય હોય તેવું મને લાગ્યું નહોતું. જોકે વધારે વિચારીને સોનલ પર શંકા કરવાનું મન યોગ્ય લાગ્યું નહી. મેં સોનલને ફોન કર્યો તો તેણે ફોન કાપી નાખ્યો. સાંજે તેનો ફોન આવ્યો અને કહ્યું કે તેના પતિ દસ દિવસ ઘરે જ છે, તો તે મને દસ દિવસ પછી મળશે. મને તેની વાત સામે વાંધો નહોતો. જોકે પહેલા કરતા તેણે ફોન અને મેસેજ પણ ઓછા કરી દીધા હતા. મારાથી આ વાત સહન નહોતી થઇ રહી. દસ દિસમાં તો હું જાણે બેબાકળો બની ગયો. મારી પત્ની અને બાળકો સાથે પણ હું સીધા મોઢે વાત નહોતો કરી રહ્યો. નાની નાની વાતે મને ગુસ્સો આવી જાય તેવું વર્તન મારામાં જોવા મળી રહ્યું હતું. મારી પત્નીએ મને એક-બે વાર પૂછ્યું પણ ખરું કે કામને લઇને કોઇ ટેન્શન છે, તો તેને પણ હું સીધા જવાબ નહોતો આપતો. મને સિગરેટની આદત ક્યારેય નહોતી પણ અચાનક સિગરેટ પીવાની શરૂ કરી દીધી. મગજ કામ નહોતું કરતું કે શું થઇ રહ્યું છે અને કેમ થઇ રહ્યું છે. મેં તેને અનેક મેસેજ કર્યા અને તેણે મને મળવા માટે બોલાવ્યો. હું તેને મળવા ગયો તો પંદર દિવસ બાદ મને જોઇને તેને જે ઉમળકો હોવો જોઇએ તે મને તેનામાં ન દેખાયો. અમારી વચ્ચે શારીરિક સંબંધ બંધાયો પણ તેમાં મને કોઇ ખાસ આકર્ષણ દેખાયું નહીં.
મને કંઇક અજુગતું લાગી રહ્યું હતું. બીજે દિવસે સવારે મેં સોનલને ફોન કર્યો તો તેણે ઉપાડ્યો નહીં. ઓફિસ ગયો તો પપ્પાએ મને કહ્યું કે મારે જયપુર જવા રવાના થવાનું છે. તો હું તરત સોનલને મેસેજ છોડીને નીકળી ગયો. જયપુર ફ્લાઇટમાં ગયો અને બપોરે હોટલ પર પહોંચીને સોનલને વીડિયો કોલ કર્યો. મને ખબર હતી કે આ સમયે તે એકલી હોય છે અને આજનો દિવસ અમારા મળવાનો હતો, તેથી તે એકલી મને યાદ કરતી હશે. આવું મનમાં વિચારીને મેં તેને વિડીયો કોલ લગાવ્યો. થોડીવાર રહીને વિડીયો કોલ ઉપડ્યો તો ખરો પણ તે પથારીમાં કોઇ જગ્યાએ તકીયા પાસે હોય તેવું મને લાગ્યું. સોનલનો અવાજ સંભળાઇ રહ્યો હતો અને સાથે જ કોઇ પુરુષનો પણ અવાજ આવી રહ્યો હતો. મેં વિડીયો કોલ ચાલું રાખ્યો તો થોડીવાર પછી મને સોનલ અને તેની સાથે કોઇ અન્ય પુરુષ નગ્ન અવસ્થામાં દેખાયા. હું તો તે જોઇને સ્તબ્ધ જ રહી ગયો. મને ખબર નહોતી કે ફોન ક્યાં હતો પણ મને સોનલનું અડધુ શરીર તે વ્યક્તિ સાથે ભીંસાયેલું દેખાતું હતું. તેઓ પથારીમાં આઘાપાછા થઇ રહ્યા હતા, ત્યારે કેટલીકવાર તેઓ મને સ્પષ્ટ રીતે જોઇ શકાતા હતા. તો કેટલીકવાર હું ફક્ત શરીર જ જોઇ શકતો હતો. મગજ શૂન્ય થઇ રહ્યું હતું પણ મેં પોતાની જાત પર કાબૂ મેળવીને થોડી બુદ્ધિ વાપરી. આ વિડીયોના સ્ક્રિનશોટ લઇ લીધા. કેટલાકમાં તે બંનેના ચહેરા પણ દેખાતા હોય તેવા સ્ક્રિનશોટ લીધા. ખરેખર મારા માટે આ દ્રશ્ય જોવું કોઇ મોટા આઘાતથી ઓછું નહોતું. જયપુરનું કામ પતાવીને બીજા દિવસે હું અમદાવાદ પાછો આવ્યો.
સોનલની સાથે હવે બુદ્ધિથી કામ લેવું પડશે તે મને સ્પષ્ટ રીતે સમજાઇ ગયું હતું. મેં તેને મેસેજ કર્યો કે હું જયપુરથી તારા માટે એક ખૂબ સુંદર સેટ લઇને આવ્યો છું અને તને આપવો છે. ક્યારે મળીશ. મેસેજ વાંચીને તેણે મને તરત જ મળવા માટે બોલાવ્યો. હું તેના ઘરે ગયો. અમે બંનેએ એકબીજાને થકવી દે, તે પ્રકારનો સંબંધ બાંધ્યો. મારા મનમાં ગુસ્સો હતો અને તેના મનમાં લાલચ હતી, તે સ્પષ્ટ હતું. સેક્સ પત્યા પછી હું જવા માટે તૈયાર થયો તો તેણે સેટ માંગ્યો. મેં તેને કહ્યું મોબાઇમાં ફોટા મોકલું છું. જે તને ગમશે, તે તને આપીશ. તે ખુશ થઇને વોટ્સઅપ ખોલીને જોવા લાગી. મેં તેને અન્ય પુરુષ સાથે કામ ક્રીડા કરતા ફોટો મોકલ્યા હતા. તે ગુસ્સે થઇ અને મારી સાથે ઝગડો કરવા લાગી. મને ધમકી આપવા લાગી. મેં પણ તેને કહ્યું કે આ ફોટા તારા પતિને બતાવીશ. તે શાંત પડી અને પછી રડવા લાગી. આ વખતે તેના રડવાની મારા પર કોઇ અસર ન થઇ. તેણે મને કહ્યું કે તે મારી સિવાય બીજા એક પુરુષ સાથે પણ સંબંધમાં છે. અમને બંનેને વારાફરતી મળતી રહે છે અને અમારી પાસે પૈસા પડાવે છે. તેના પતિને તેણે કહ્યું છે કે તે કોઇ ઓનલાઇન બિઝનેસ કરે છે, તેમાં પૈસા કમાય છે. તેની સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો. તે એકસાથે ત્રણ પુરુષોને મૂરખ બનાવી રહી હતી. મેં તે જ સમયે તેની સાથે સંબંધ કાપી નાખ્યો અને હું ધરે પાછો આવી ગયો. લગભગ પંદર-વીસ દિવસ સુધી હું માનસિક રીતે હેરાન થયો. ધીમે ધીમે તેનામાંથી બહાર આવી ગયો. ખરેખર કોઇ સ્ત્રી ફક્ત તેના પતિને દેખાડવા માટે એકસાથે બે પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધી, રડી-કકળીને, તેની તકલીફો જણાવીને, સામેવાળા પુરુષની લાગણી સાથે રમત રમીને પૈસા માગતી રહે તે કેવું ?
સમજવા જેવું – આજના સમયમાં સાચો પ્રેમ કે સાચું આકર્ષણ જેવું કંઇ હોતું નથી. દરેક સ્ત્રી અને પુરુષ ફક્ત ને ફક્ત પોતાની શારીરિક ભૂખ સંતોષવા માટે એકબીજા સાથે જોડાતા હોય છે. સોનલ જેવી કેટલીક સ્ત્રીઓ પોતાના શરીરનો અને સેક્સ કરવાની આવડતનો ઉપયોગ કરીને પુરુષોને પોતાનો શિકાર બનાવતી હોય છે. તો આવી સ્ત્રીઓથી લાગણીશીલ પુરુષોએ ચેતવું જરૂરી છે. રવિ જેવા પુરુષો ઝડપથી સ્ત્રીઓ તરફ આકર્ષાય અને ખેંચાઇ જતા હોય છે. તો તેમણે કોઇ સંબંધને સાચો સંબંધ સમજીને લાગણીમાં તણાઇ જવું નહીં. આજના સમયમાં પ્રેમ શબ્દ શૂન્ય થઇ ગયો છે અને લાગણી મરી પરવારી છે. ફક્ત વાસના જ એકમાત્ર આકર્ષણનું કેન્દ્ર બનીને રહી ગઇ છે. ડેટીંગ એપ પર કે સોશિયલ મીડિયા પર સાચા સંબંધો મળતા નથી. તેથી તમારી સાથે જન્મથી જોડાયેલા અને તમારા પોતાના હોય તેવા સંબંધો સાથે જોડાઇને જ જીવનનો સાચો આનંદ માણો.