વન વિભાગમાં વનપાલની મુખ્ય ભૂમિકા રહેતી હોય છે
વનપાલની ખાલી જગ્યાનાં કારણે કામગીરીને અસર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વન વિભાગમાં વનપાલની મુખ્ય ભૂમિકા હોય છે. પરંતુ રાજયમાં 2013 બાદ વનપાલની ભરતી થઇ નથી. વનપાલની ખાલી જગ્યાને કારણે વન વિભાગની કામગીરી પર અસર પડી રહી છે. તેેમજ અનેક ઉમેદવારો વનપાલની ભરતીની રાહ જોઇને બેઠા છે. વન વિભાગમાં વનપાલ એટલે રાઉન્ડ ફોરેસ્ટર. જંગલમાં રાઉન્ડનાં થાણાનો મુખ્ય અધિકારી વનપાલ હોય છે. હવે રાજયમાં વનપાલની જગ્યા મોટી સંખ્યામાં ખાલી છે. ગીરમાં પણ કેટલીક જગ્યા ખાલી પડી છે. રાજયમાં વર્ષ 2013માં વનપાલની ભરતી થઇ હતી. બાદ આજ સુધી ભરતી કરાઇ નથી. કેલેન્ડર વર્ષ મુજબ ભરતી બહાર પાડવામાં આવી નથી. વર્ષ 2013માં ભરતી કરવામાં આવી હતી. તેમાંથી મોટાભાગનાને આરએફઓનું પ્રમોશન આપી દેવામાં આવ્યું છે.જેના કારણે વનપાલની જગ્યા ખાલી થઇ છે.
નવ વર્ષથી ભરતી કરવામાં આવી નથી. અનેક કર્મચારીઓ નિવૃત પણ થઇ ગયા છે. વનપાલની ખાલી જગ્યાનાં કારણે વન વિભાગની કામગીરી પર અસર પડી રહી છે. . તેમજ વનપાલની ફરજમાં વન્યપ્રાણીઓ ઉપર નજર રાખવી, કુવાની કામગીરી, વૃક્ષોનું કટીંગ, ખનીજ ચોરી, જંગલમાં ગેરકાયેદસર પ્રવેશ પર નજર, કામગીરીનાં બીલ બનાવવા, એફઓઆર કરવો સહિતની કામગીરી વનપાલમાં આવે છે. રાજયમાં વનપાલની જગ્યા ખાલી હોવાનાં કારણે તમામ કામગીરી પર અસર પડી રહી છે.ઇન્ચાર્જનાં આધારે કામગીરી થઇ રહી છે. વનપાલની વહેલી તકે ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.