પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ આરોપીને ઝડપી પાડયો
અમરેલી જિલ્લામાં માથુ શરમથી ઝુકી જાય એવી શરમજનક ધટના બની
ખાસ-ખબર ન્યૂઝ ખાંભા
ખાંભા ગીરના નાના બારમણ ગામે ચકચારી ધટના સામે આવી છે. 3 વર્ષ અને 11 મહિનાની દિકરી સાથે તેમના કાકા જગદીશ નાગરે પોતાની જ સગી ભત્રીજી સાથે ચોકલેટની લાલચ આપીને પોતાના રૂમમાં બોલાવીને સગી ભત્રીજી પર દાનત બગાડીને તેની સાથે શારીરિક અડપલાં કર્યા અને દુષ્કર્મ આંચરયુ હતું. અને તેમના ફોટા વિડીયો પણ મોબાઈલમાં કેદ કરવામા આ નરાધમ યુવકની પત્ની જ્યોત્સના નાગરે પણ મદદગારી કરી હોવાની પોલીસ ફરિયાદ ખાંભા પોલીસ મથકમાં નોંધાઇ હતી. જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ આરોપી સગા કાકા જગદીશ મનું નાગરની ધરપકડ કરી લીધી હતી. અને ભત્રીજી પર શારીરિક અડપલાં સાથે દુષ્કર્મનો ગુન્હા સાથે પોકસો એક્ટ તળે ગુન્હો નોંધી કેમ આ કૃત્ય કર્યું તે આરોપીની ધરપકડ કરી જીણવટ ભરી રીતે તપાસ શરૂ કરી છે. ત્યારે સગા કાકા એ કરેલા કાળા કરતૂતના કુકર્મને કારણે ખાંભા ગીર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
- Advertisement -
આ બાબતે ધારી મુતા જયવીર ગઢવીએ સમગ્ર શારીરિક અડપલાં અને દુષ્કર્મ ઘટનાક્રમની વિગતો જણાવી હતી. અને આરોપીને લોકઅપ સળિયા પાછળ ધકેલી દીધો હતો. ઉલ્લેખનિય એ છે કે, આ ઘટના 6-7-2024 ના રોજ જુલાઈ મહિનામાં બની હતી. જોકે, દુષ્કર્મની ઘટના બાદ આરોપી પરિવારનો જ સભ્ય હોવાને કારણે શરૂઆતમાં આવી ઘટના બની છે તેવું પરિવારના માનવા ત્યાર ન હતા. પરિવારની બદનામી ન થાય તે માટે પોલીસ સ્ટેશન આવ્યાં ન હતા. જે બાદ ફરિયાદ મોડે મોડે નોંધાવી હતી. આ શરમજનક ધટનાને લઇ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.