ઘરે-ઘરે કચરો ઉપાડવા ટીપરવાનની દરખાસ્તને મંજૂર કરાતાં કોંગ્રેસે લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ રાજકોટ મનપા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કુલ 97 કરોડ 7 લાખથી વધુના કામોને મંજૂરી આપવામાં આવી હતી.
મનપા કચેરી ખાતે મળેલી સ્ટેન્ડિંગની બેઠકમાં રાજકોટના તમામ 18 વોર્ડમાં વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે તેમજ સૌથી અગત્યની દરખાસ્ત કે જેમાં ઘરે ઘરે કચરો ઉપાડવા ટીપરવાનની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. જો કે આ દરખાસ્ત સામે ભ્રષ્ટાચાર આચરવા માટે કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ આક્ષેપ કર્યો અને વહીવટી મંજૂરી ન આપવા જણાવ્યું હતું. આમ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં 10 વર્ષનું કામ સાથે મંજૂર કરતા કોંગ્રેસે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.
સૌથી અગત્યની દરખાસ્તમાં સ્વચ્છ ભારત અંગે રાજકોટ શહેરના ત્રણે ઝોન વિસ્તારમાં સ્વચ્છતા માટે કચરા મુક્તિ અંગે ઘરે ઘરે કચરો ઉઘરાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. જેમાં 10 વર્ષનું કામ એક સાથે મંજૂર કરવામાં આવ્યું છે. નવી દરખાસ્ત મુજબ 572 નવા વાહનો એજન્સીએ વસાવવામાં અને 1500થી વધુ કર્મચારી એજન્સીએ રાખવાના, રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી મોટી દરખાસ્ત મંજૂર કરવામાં આવી, રાજકોટને દેશમાં 1 નંબરનું શહેર બનાવવા માટે આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. ગરીબ પરિવારને વોકર ઝોન અંગેની ગરીબલક્ષી દરખાસ્તમાં સુધારો કરી 1500 ફીને બદલે જુના 500 ફી તેમજ 500 સફાઈની ફી રાખી સુધારા સાથે મંજૂરી આપવામાં આવી, દિવાળી બાદની આ પહેલી સ્ટેન્ડિંગ મળી કુલ 53 દરખાસ્ત મંજૂર કરવામાં આવી, રાજકોટને સ્વચ્છ બનાવવા આધુનિક રૂપથી મોનીટરીંગ કરવામાં આવશે તેમજ 4 એજન્સીના એસઆઈની નિમણુક થશે અને 8 લોકોનો સ્ટાફ અધિકારી કક્ષાનો રહેવાનો છે, કચરા નિકાલ અને ન્યુસન્સ પોઇન્ટને કચરા મુક્ત કરવામાં આવશે, રાજકોટને ક્લિન બનાવવા માટે આ દરખાસ્ત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી, ત્યાર બાદ એજન્સીની સાથે વાટાઘાટો કરી મંજૂર કરવામાં આવી છે.
96 કરોડના ખર્ચે દર વર્ષે મહાનગરપાલિકા સ્વચ્છ રાજકોટ ઝુંબેશ આ કામ હાથ ધરશે. અમદાવાદ અને સુરત તેમજ ભાવનગરમાં કામ પૂર્ણ થયું છે. આ કામ રાજકોટ મનપામાં કાર્યરત થઇ રહ્યું છે. દેશને સ્વચ્છ બનાવવા માટેની આ દરખાસ્ત રાજ્ય અને કેન્દ્રની હતી જેને મંજૂર કરી છે તેવું અંતમાં જયમીન ઠાકરે જણાવ્યું હતું.