HC એડવોકેટ એસોસિએશનનાં પ્રમુખ પર સરકાર ભડકી
સરકાર ગુનેગારો વતી દલીલ કરી શકે તો હું કેમ નહીં : HC એડવોકેટ એસો.ના પ્રમુખ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
27 લોકોને ભરખી જનાર રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે એટલે કે, 6 જૂનના રોજ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હતી. જજ બિરેન વૈષ્ણવ અને જજ દેવેન દેસાઈની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી હતી. અમદાવાદમાં શ્રેય હોસ્પિટલ ફાયર દુર્ઘટના સમયે PIL કરનાર એડવોકેટ અમિત પંચાલ હાઈકોર્ટ રૂમમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાને રજૂ કરતાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને એડિશનલ એડવોકેટ જનરલ મનીષા શાહ પણ કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ફાયર ઓફિસરો પણ કોર્ટમાં હાજર હતા.
હાઇકોર્ટ આજે RMC ઉપર બરાબરની ગરજી હતી, કહ્યું હતું કે, ગેમ ઝોન શરૂ થયું તે વખતના RMCઈ કમિશનરને સસ્પેન્ડ કેમ નથી કરાયા? તમે રમતો રમો છો, બીજા ખાતાઓના કર્મચારીઓ ઉપર ઢોળી રહ્યા છો. 28 લોકોમાં નિર્દોષ બાળકોના જીવ ગયા છે. કમિશનર સામે IPCની કલમ કેમ નહિ? બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું હતું કે, પુરાવા દૂર કરવા કોણે આદેશ આપ્યા? રાજ્ય સરકાર ગુનેગાર વતી રજૂઆત કરી શકતી હોય તો આ મુદ્દે હું કેમ ના કરી શકું. રાજ્ય સરકારે બ્રિજેશ ત્રિવેદીને બોલવા ઉપર વાંધો ઉઠાવ્યો હતો. SITએ ફાઇનલ રિપોર્ટ રજૂ કરવા બે મહિનાનો સમય માંગ્યો હતો, પણ સરકારે 28 જૂન સુધીનો સમય આપ્યો છે. કોર્ટ સમક્ષ મોક ડ્રિલના ડેટા મુકાયા છે. હવે વધુ સુનાવણી 13 જૂને હાથ ધરાશે. SITએ ફાઇનલ રિપોર્ટ રજૂ કરવા બે મહિનાનો સમય માંગ્યો હતો, પણ સરકારે 28 જૂન સુધીનો સમય આપ્યો છે.
- Advertisement -
કોર્ટના ઓર્ડર મુજબ ચારેય મહાનગરના કમિશનરોએ એફિડેવિટ ફાઈલ કરી. છખઈ એફિડેવિટમાં જણાવ્યું છે કે, અમિત અરોરાએ તેમાં કહ્યું સમયાંતરે ચેકિંગ કરાયું નથી. ફાયર વિભાગે TRPગેમ ઝોનમાં ચેકિંગ કર્યું નહિ, ફાયર ગઘઈ માટે TRPએ અરજી કરી નહોતી. આનંદ પટેલ અકસ્માત વખતે છખઈના કમિશનર તેમની એફિડેવિટ જણાવે છે કે, ટિકિટ બુકિંગ માટેની પરમિશન લેવાઈ નહોતી. અત્યારના RMC કમિશનરે કહ્યું કે, આ TRP ગેમ ઝોનના ગેરકાયદેસર બાંધકામ વિશે ઓથોરિટી જાણતી હતી.
કોર્ટે ટાંકતા કહ્યું કે,SIT બને છે અને જાય છે પણ દુર્ઘટનાઓ અટકતવાનું નામ નથી લેતી. વધુમાં કહ્યું કે, કોર્ટના આદેશ બાદ તંત્ર હરકતમાં આવે છે, થોડા સમય બાદ હતું એજ સ્થિતિમાં થઈ જાય છે.
કોર્ટ દ્વારા જેમ બને તેમ જલ્દી જઈંઝનો ફાઇનલ રીપોર્ટ આપવા જણાવાયુ છે. મોરબી SITના રિપોર્ટમાં પણ તમામ વાતો તે ઘટનાને લગતી સ્પષ્ટતા થઈ હતી. SITને RMCકમિશનરની એફિડેવિટ અપાશે.