ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
રાજકોટના આંગણે વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજીની ઉપસ્થિતિમાં શ્રી ઠાકુરજીના ભવ્ય મનોરથ, બ્રહ્મસંબંધ દીક્ષા એવમ પધરામણીનો લાભ શહેરીજનોને પ્રાપ્ત થયો હતો. વી.વાય.ઓ. શ્રીનાથધામ હવેલી ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની ઉપસ્થિતિમાં દાન એકાદશીના દિવસે પ્રભુના સુખાર્થે દાનલીલાનો મનોરથ સાકાર થયો હતો. જેમાં હજારોની સંખ્યામાં શહેરીજનોએ દર્શનનો લાભ લીધો અને આશીર્વાદ મેળવ્યા હતા. રવિવારે સવારે 150થી વધુ વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દીક્ષા અપાઈ હતી.
દર રવિવારે પૂજ્યશ્રીના સ્વમુખેથી સવારે 10-00થી 11-30 રવિવાર સત્સંગનું આયોજન થતું હોય છે જેમાં હરિનામ સંકીર્તન, શ્રી કૃષ્ણ સ્વરૂપ ધ્યાન એવમ મંગલ વચનામૃતનો લાભ દેશ વિદેશના વૈષ્ણવો યુ ટયુબ ચેનલ તવશિ દફિષફિષસીળફષિશ-દુજ્ઞ ઠજ્ઞહિમના માધ્યમથી ઘર બેઠા લાભ લઈ રહ્યા છે. રવિવારે વામન જયંતીના દિવસે રાજભોગ દર્શનમાં શ્રી ઠાકોરજીના પંચામૃત સ્નાન દર્શન એવમ તિલક દર્શનનો લાભ શહેરીજનોએ મેળવ્યો હતો. આગામી તા. 18 સપ્ટેમ્બર બુધવારના રોજ સવારે 9-00 કલાકે પૂજ્યશ્રી દ્વારા ઠાકુરજી પુષ્ટીકરણ કરવામાં આવશે. નામ નોંધાવવા માટે 7226997664 નંબર પર સંપર્ક કરવો તેમજ 18 સપ્ટેમ્બર સવાર સુધી પૂજ્યશ્રીના સ્વમુખેથી હરિનામ સંકીર્તનનો લાભ સવારે 7-30થી 8-00 અને રાત્રે 9-30થી 10-00 કલાક સુધી મેળવી શકાશે.