રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ અને શ્રેષ્ઠીની ખાસ ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
- Advertisement -
રાજકોટની લોકસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાને ઠેર ઠેર વ્યાપક આવકાર મળી રહ્યો છે ત્યારે સરગમ પરિવારે પણ તેમના માનમાં સ્નેહમિલન યોજીને તેમને આવકાર્યા હતા. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના નિવાસે યોજાયેલા આ સ્નેહમિલનમાં અગ્રણી રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ, શહેરના શ્રેષ્ઠીઓ અને સરગમ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ એ આટલી મોટી સંખ્યામાં સરગમ પરિવારના સભ્યોની સંખ્યા જાણીને ખુશી વ્યક્ત કરી હતી. પરસોત્તમભાઈ રૂપાલા આ પહેલા પણ સરગમ કલબના અનેક કાર્યક્રમમાં હાજરી આપી ચુક્યા છે. તેમણે આ અભિવાદન બદલ ગુણવંતભાઈ ડેલાવાળાનો આભાર પણ માન્યો હતો. પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ આવ્યા ત્યારે ગુણવંતભાઈ ડેલાવાળા પરિવારના રંજનબેન ડેલાવાળા, ચંદાબેન ડેલાવાળા અને પંકજ ડેલાવાળા વગેરેએ તેમનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા, પ્રદેશ ઉપપ્રમુખ ડો. ભરતભાઈ બોઘરા, શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદય કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મીરાણી, પુષ્કરભાઇ પટેલ, કશ્યપભાઈ શુક્લ, નેહલભાઈ શુક્લ, માધવભાઈ દવે, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, રેણુકાબેન યાજ્ઞિક,ચંદ્રિકાબેન ધામેલીયા, જસુમતીબેન વસાણી, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, છાયાબને દવે, દેવાંશીબેન શેઠ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.