ગળા પર લીંબુ-મરચાં પહેરી કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસે કરી ટીંગાટોળી, અટકાયત
હાલ દેશમાં મોંઘવારીએ માઝા મુકી છે. દિવસેને દિવસે જીવન જરૂરીયાતોની વસ્તુમાં ભાવ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં જિલ્લા કોંગ્રેસ-પ્રમુખ અર્જુન ખાટરિયાની અધ્યક્ષતામાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
- Advertisement -
કોંગ્રેસના કાર્યકરોએ લીંબુ-મરચાં પહેરી કોંગી કાર્યકરોએ બહુમાળી ભવન ચોક ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો અને મોંઘવારીનું નાટકીય બેસણું યોજે એ પહેલાં કોંગી કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી.
- Advertisement -
આ અંગે જિલ્લા કોંગ્રેસ-પ્રમુખ અર્જુન ખાટરિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ગરીબની થાળીમાં હવે માત્ર મીઠું, મરચુંને છાશ જ વધ્યાં છે. ભાજપની સરકારને માત્ર ચૂંટણી જીતવી છે